લંડનઃ લેબર સરકાર અસાયલમ અપીલ સિસ્ટમમાં ધરમૂળથી બદલાવની તૈયારી કરી રહી છે. હોમ સેક્રેટરી કૂપરે જણાવ્યું હતું કે, હું નવી સમિતિ સાથે અસાયલમ પ્રક્રિયામાં થતા અસ્વીકાર્ય વિલંબને અટકાવવા વ્યવહારૂ પગલાં લઇ રહી છું. સમિતિમાં સ્વતંત્ર કર્મચારીઓની નિયુક્તિ કરાશે. અમે રાજ્યાશ્રયની અરજીઓ પરના પ્રારંભિક નિર્ણયની પ્રક્રિયા ઝડપી બનાવી છે.

