અસાયલમ સિસ્ટમનો દુરુપયોગ કરતા લૉયર્સ સામે આકરા પગલાંની માહમૂદની ચેતવણી

Tuesday 21st April 2026 12:05 EDT
 
 

લંડનઃ હોમ સેક્રેટરી શબાના માહમૂદે ચેતવણી આપી છે કે અસાયલમ સિસ્ટમનો દુરુપયોગ કરી રહેલા લૉયર્સ સામે આકરા કાયદાકીય પગલાં લેવાશે. માહમૂદે જણાવ્યું હતું કે, અન્ય દેશોમાં સતાવણીના કારણે નાસીને આવેલા લોકોને અપાતા સંરક્ષણનો ગેરલાભ ઉઠાવનારા અવમાનના કરી રહ્યાં છે. હું સ્પષ્ટ કરવા માગુ છું કે, યુકેમાં રહેવા માટે જો તમે બ્રિટિશ જનતા સાથે છેતરપિંડી કરશો તો તમારા રાજ્યાશ્રયના દાવા નકારી કઢાશે, તમને અપાતી સહાય બંધ કરી દેવાશે અને તમને દેશનિકાલ કરવામાં આવશે. આ પ્રકારના દુરુપયોગમાં સાથ આપનારા લૉયર્સ સામે પણ આકરા કાયદાકીય પગલાં લેવાશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter