અસુરક્ષાના કારણે કામદારો ઓછા વેતન અને શોષણની ફરિયાદ કરતા નથી - રિપોર્ટ

નોકરીની અસુરક્ષા, કામના સ્થળે ઝેરી સંસ્કૃતિ અને ઓછી અપેક્ષાઓ ધરાવતા કામદારોનું મોટાપાયે શોષણ

Wednesday 27th July 2022 06:20 EDT
 

લંડન

એક રિપોર્ટમાં ચેતવણી અપાઇ છે કે ઓછું વેતન મેળવતા કામદારો અસુરક્ષાની ભાવનાથી પીડાતા હોવાથી પોતાના ઓછા વેતન માટે ફરિયાદ કરતા નથી. લો પે કમિશને તેના રિપોર્ટમાં જણાવ્યું હતું કે, આ પ્રકારના મોટા ભાગના કર્મચારીઓ તેમના શોષણ અંગે ફરિયાદ કરતાં ખચકાય છે. તેથી  શોષણ અટકાવવા તૈયાર કરાયેલી પ્રક્રિયા કારગર નીવડી રહી નથી. ઓછા વેતન અને શોષણની કેટલીક ફરિયાદોના કારણે સંખ્યાબંધ એજન્સીઓએ લિસેસ્ટરમાં મોટાપાયે ઓપરેશનો ચલાવ્યાં છે. લિસેસ્ટરમાં આ પ્રકારના ઘણા કિસ્સા મળી આવ્યા છે. એલપીસીના ચેરમેન બ્રાયન સેન્ડરસને જણાવ્યું હતું કે, લિસેસ્ટરમાં કર્મચારીઓએ કરેલી રજૂઆતો ચોંકાવનારી હતી. નોકરીની અસુરક્ષા, કામના સ્થળે ઝેરી સંસ્કૃતિ અને ઓછી અપેક્ષાઓ ધરાવતા આ કામદારોનું મોટાપાયે શોષણ થઇ રહ્યું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter