અસ્સલ ભારતીય અોથેન્ટીક ટેસ્ટ માટે જાણીતા અને ભારતીયો તેમજ ગુજરાતી પરિવારોમાં ભારે લોકપ્રિયતા મેળવનાર શ્રી ક્રિષ્ણા વડા પાવના સંચાલકોએ લોકલાગણીને માન આપીને લંડનના પીનર રોડ હેરો ખાતે નવી શાખાનો શુભારંભ કર્યો છે. શ્રી ક્રિષ્ણા વડા પાવની બે શાખાઅો લંડનના હેરો સ્ટેશન રોડ અને હંસલો હાઇ સ્ટ્રીટ ખાતે આવેલી છે અને વ્યાજબી દરે શુધ્ધ શાકાહારી વાનગીઅો માટે શ્રી ક્રિષ્ણા વડા પાવ દિન પ્રતિદિન ખૂબ જ લોકપ્રિયતા મેળવી રહ્યું છે.
શ્રી ક્રિષ્ણા વડા પાવની શાખાઅોમાં તમને મુંબઇના જેવા જ સ્વાદિષ્ટ વડાપાવ, વિવિધ જાતના સમોસા, દાબેલી અને બટેટા વડા, ગરમા ગરમ ફરસાણ, વિવિધ પ્રકારની ઇન્ડો ચાઇનીઝ આઇટમો, સાઉથ ઇન્ડિયન ઢોંસા-ઇડલી, પંજાબી ડીશીઝ, ભારતના ઠંડા ડ્રિંક્સ અને ગુજરાતીઅોના મનગમતા ખમણ, ફાફડા, જલેબી, ગાંઠીયા મળશે. એટલું જ નહિં શ્રીખંડ, ગાજર હલવો, કુલ્ફી, ગુલાબ જાંબુ સહિતની મિઠાઇઅો પણ મળશે. શ્રી ક્રિષ્ણા વડા પાવના દર ખૂબજ વ્યાજબી છે અને શુધ્ધ શકાહારી વાનગીઅો પિરસવામાં આવે છે. આ ઉપરાંત ત્રણેય શાખાઅોમાં મૂકવામાં આવેલ બફે કાઉન્ટર પરથી માત્ર £૪-૫૦માં બે શાક, દાળ, ભારત, બે રોટલી, અને સ્વીટ ડીસની થાળી મળશે.
શ્રી ક્રિષ્ણા વડા પાવ દ્વારા વિવિધ શુભ પ્રસંગો માટે કેટરીંગના અોર્ડર પણ લેવામાં આવે છે. નવી શાખાના શુભારંભ પ્રસંગે ગુજરાત સમાચારના સર્વે વાચકો માટે ૧૫%નું વિશેષ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.
વધુ વિગત અને માહિતી માટે જુઅો જાહેરાત પાન નં. 9.

