લંડનઃ યુદ્ધગ્રસ્ત યૂક્રેનમાંથી દરરોજ હજારો - લાખો લોકો જાન બચાવવાના ઇરાદે હિજરત કરી રહ્યા છે, રશિયાના બોમ્બમારા - મિસાઇલમારાથી બચવા સુરક્ષિત આશરો શોધી રહ્યા છે, પણ આ ભાયડો નોખી માટીનો છે. બ્રિટનના માઇલ્સ રટલેજને વિશ્વની એવી એવી ખતરનાક જગ્યાઓએ ફરવાનો શોખ છે કે જ્યાં પહેલેથી જ તબાહી મચી હોય. માઇલ્સ હાલમાં યુદ્ધગ્રસ્ત યૂક્રેન પહોંચી ગયો છે. તાજેતરમાં તેણે ટ્વિટર પર એક ફોટો શેર કરીને જણાવ્યું કે તે વેકેશન ગાળવા માટે યુક્રેન પહોંચ્યો છે. તેણે પોલેન્ડથી કીવ સુધીનું ટ્રાવેલિંગ માત્ર ૬૦૦ રૂપિયામાં કર્યું છે. અગાઉ અફઘાનિસ્તાનમાં તાલિબાને કબજો જમાવ્યો હતો ત્યારે ભારે અંધાધૂંધી અને અશાંતિ સર્જાઇ હતી ત્યારે માઇલ્સ ત્યાં પણ ફરવા પહોંચી ગયો હતો.


