આ બિઝનેસીસ ૧૨ એપ્રિલ સુધી ફરી નહિ ખુલી શકે

Wednesday 24th February 2021 05:10 EST
 
 

લંડનઃ વડા પ્રધાન બોરિસ જ્હોન્સને જણાવ્યું છે કે કડક શરતોનું પાલન થશે તો ૧૨ એપ્રિલથી બિનઆવશ્યક ચીજવસ્તુઓ વેચતા રીટેઈલર્સ ફરીથી શોપ્સ ખોલી શકશે. આમાં આ બિઝન્સીસનો સમાવેશ થાય છેઃ

• ક્લોધિંગ શોપ્સ • હોમવેર શોપ્સ • ટોય શોપ્સ • વાહનોના શોરુમ્સ (રેન્ટલ સિવાય) • બેટિંગ શોપ્સ • ટેઈલર્સ • તમાકુ અને વેપ શોપ્સ • ઈલેક્ટ્રોનિક ચીજવસ્તુઓની શોપ્સ • મોબાઈન ફોન શોપ્સ • ઓક્શન હાઉસીસ ( પશુધન અથવા કૃષિ સાધનોની હરાજી સિવાય) • બિનઆવશ્યક ચીજવસ્તુઓ વેચતા માર્કેટ સ્ટોલ્સ

ઉપરોક્ત યાદી સરકાર દ્વારા આ લોકડાઉન દરમિયાન બિનઆવશ્યક ચીજવસ્તુઓની શોપ્સ તરીકે ગણાવી છે તેથી આ શોપ્સ ફરી ખુલવાની ધારણા છે. આ બિઝનેસીસ માત્ર હોમ ડિલિવરી તેમજ ક્લિક એન્ડ કલેક્ટ માટે જ ખુલ્લા રાખવાની પરવાનગી અપાઈ છે.

ખોરાક, દવાઓ અને હોમ રીપેર્સ માટે જાતે બનાવો આઈટમ્સ જેવા મહત્ત્વના સામાન સહિત આવશ્યક ચીજવસ્તુઓ વેચતી દુકાનો લોકડાઉન દરમિયાન ખુલ્લી રખાઈ હતી. રીઓપનિંગ યોજનાના ભાગરુપે અન્ય બિઝનેસીસ પણ ફરી ખોલાવાની ધારણા છે જેમાં, • પબ્સ (માત્ર આઉટડોર સર્વિસ) • રેસ્ટોરાં (માત્ર આઉટડોર સર્વિસ) • હેરડ્રેસર્સ • જિમ્સ (ઈનડોર એક્સરસાઈઝીસ પરંતુ, કોઈ ક્લાસ નહિ )• બ્યૂટી સલૂન્સ •સ્પાઝ • લાઈબ્રેરીઝ • થીમ પાર્ક્સ • ડ્રાઈવ-ઈન સિનેમાઝ • ડ્રાઈવ-ઈન પરફોર્મન્સીસ • ઝૂ • કોમ્યુનિટી સેન્ટર્સનો સમાવેશ થાય છે.

૧૭ મેથી આ બિઝનેસીસ ખુલી શકશે

રોડમેપ શિડ્યુલ મુજબ જે બિઝનેસીસ ઈનડોર સેટિંગ પર આધારિત હોય તેમને ફરી ૧૭ મેથી ગ્રાહકો માટે ખુલ્લાં રાખવાની છૂટ અપાશે. પબ્સ અને રેસ્ટોરાંમાં આ દિવસથી ગ્રાહકો અંદર બેસીને જમવાનો આનંદ માણી શકશે. મોટા ઈવેન્ટ્સ અને સ્પોર્ટ્સ સ્ટેડિયમ્સને પણ મર્યાદિત ક્ષમતા સાથે ફરી ખોલવાની પરવાનગી અપાવાની છે.

• પબ્સ (ઈનડોર સર્વિસ) • રેસ્ટોરાંઝ (ઈનડોર સર્વિસ) •સ્ટીમ રુમ્સ •સૌના • સિનેમા • બિન્ગો હોલ્સ • બોલિંગ એલીઝ • મોટા ઈવેન્ટ્સ (વિથ કેપેસિટી)• સ્પોર્ટ્સ સ્ટેડિયમ્સ (વિથ કેપેસિટી)

આઉટડોર સ્પેસીસમાં લોકો ફેલાઈ શકે ત્યાં ૧૦,૦૦૦ લોકોની અને સ્ટેડિયમ્સમાં ૪,૦૦૦ લોકો સુથી અથવા ૫૦ ટકાની મર્યાદા સાથે લોકોને છૂટ અપાશે.

નાઈટ ક્લબ્સ અને વધુ મોટા ઈવેન્ટ્સને ૨૧ જૂન સુધી ફરી ખુલવાની પરવાનગી અપાશે નહિ. લગ્ન સમારંભો અને અંતિમ સંસ્કાર પણ વિધિઓ માટે પણ કોઈ મર્યાદા વિના ૨૧ જૂનથી પરવાનગી આપી દેવાશે.

જુલાઈ મહિનાના અંત સુધીમાં પુખ્ત વયની દરેક વ્યક્તિને કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ આપી દેવાયો હશે. આ સમયે રોડમેપમાં ઉલ્લેખ નહિ કરાયેલા અન્ય બિઝનેસીસ પણ ખોલી દેવાની પરવાનગી મળશે. જોકે, વડા પ્રધાને સ્પષ્ટ કર્યું હતું કે કોરોના વાઈરસના કેસીસ વધતા જશે અથવા વેક્સિન પ્રોગ્રામનો ટાર્ગેટ પરિપૂર્ણ ન કરી શકાય તેવી સ્થિતિમાં રોડમેપમાં પણ ફેરફાર થઈ શકે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter