આ મકાન છે યુકેના ઈકો કોન્સિયસ અને સૌથી ઇનોવેટિવ કન્સ્ટ્રક્શન

Sunday 10th January 2021 03:47 EST
 
 

લંડનઃ બ્રિટન એક તરફ કોરોના અને બીજી તરફ બ્રેક્ઝિટના મોરચે સંઘર્ષ કરી રહ્યો છે. ત્યાં બીજી તરફ બ્રિટનના લોકો દ્વારા ઈનોવેશન અને ટેકનોલોજી ક્ષેત્રે પણ એટલી જ મહેનત કરવામાં આવી રહી છે. તાજેતરમાં બ્રિટનના મોસ્ટ ઇનોવેટિવ કન્સ્ટ્રક્શન અને બ્લિડિંગ્સની જાહેરાત કરવામાં આવી હતી. તેમાં ગોળાકારમાં ફેલાયેલો મહેલ, હોય કે પછી સ્પલીટ લેવલનું લિવિંગ ધરાવતા ફ્લેટ હોય અને ખાસ કરીને શહેરી વિસ્તારોમાં નાની જગ્યામાં વધારે સુવિધા આપતાં વિવિધ બાંધકામોનો આ કેટેગરીમાં સમાવેશ કરવામાં આવ્યો હતો.
અંદર અને બહારના ભાગમાં લીલોતરી ધરાવતા તથા ઇકો કોન્સિસયસ ગણાતા આ મકાનોને બ્રિટનના સૌથી ઇનોવેટિવ કન્સ્ટ્રક્શનમાં સ્થાન આપવામાં આવ્યું છે. ખાસ કરીને હર્ટફોર્ડશાયરમાં આવેલું ટેન ઓફ ફાર્મ કે જે ગોળાકારમાં બનેલું છે. તેમાં સમગ્ર દિવસ દરમિયાન સૂર્યપ્રકાશ આવતો રહે છે.
બીજી તરફ વેલ્સમાં આવેલું પાર્ક હોન્ડાઉ હોમ્સ ઝીરો કાર્બન એમિશન હોમ ગણાય છે. તે ઉપરાંત સોલિડ સ્પેસ મોડલ આધારિત સ્પ્લીટ ફ્લેટમાં ભોજન માટે લિવિંગ માટે, વર્કિંગ માટે અલગ અલગ અને સ્પ્લીટ કરેલી જગ્યાઓ બનાવવામાં આવી છે. આ મકાનની રચના એવી રીતે કરાઈ છે કે લોકોને વધારે જગ્યા મળે અને કુદરતી રીતે જ હવા ઊજાસ જળવાઈ રહે. એક તરફની દિવાલમાં વિશાળ કાચ લગાવવામાં આવ્યો છે અને બીજી તરફ લાકડાંની સીડી બનાવાઈ છે.
તેની ઉપરની તરફ ખુલ્લો પેસેજ છે. જેથી પરિવારના તમામ લોકો કનેક્ટ રહી શકે અને કુદરતી રીતે પ્રકાશ અને હવા-ઉજાસ માણી શકે આવા અનેક મકાનો અર્બન યુકેમાં આકાર લઈ રહ્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter