લંડનઃ ઇંગ્લેન્ડ, વેલ્સ અને સ્કોટલેન્ડમાં મંગળવારથી 21 મિલિયન પરિવારોના એનર્જી બિલમાં ઘટાડો થશે પરંતુ વિન્ટરમાં આ ઘટાડો યથાવત રહેશે કે કેમ તે અનિશ્ચિત છે. આ મહિનાથી ગેસ અને ઇલેક્ટ્રિસિટી બિલમાં પ્રતિ માસ 11 પાઉન્ડનો ઘટાડો થશે. ઓફજેમ દ્વારા તાજેતરમાં જ નવી પ્રાઇસ કેપ નક્કી કરાઇ તે અંતર્ગત આ ઘટાડો થઇ રહ્યો છે. ઓફજેમ લોકોને ફિક્સ્ડ પ્રાઇસ ડીલ અપનાવવા અપીલ કરી રહી છે. ઓફજેમના ચીફ એક્ઝિક્યુટિવ જોનાથાન બ્રિયરલીએ જણાવ્યું હતું કે, યુકેએ આંતરરાષ્ટ્રીય ગેસ પ્રાઇસના રોલર કોસ્ટરથી મુક્તિ મેળવવાની જરૂર છે.