આ મારા એકલાનું નહીં પરંતુ સમગ્ર સમુદાયનું સન્માનઃ ધ્રુવ પટેલ

Tuesday 30th December 2025 09:18 EST
 
 

લંડનઃ કિંગ દ્વારા સન્માનિત કરાયેલા ધ્રુવ પટેલે જણાવ્યું હતું કે, આ મારું એકલાનું સન્માન નથી. કિંગ અને દેશ પ્રત્યેની મારી ફરજ અંતર્ગત હું આ સન્માનથી ઘણું ગૌરવ અનુભવી રહ્યો છું. આ ફ્ક્ત મારા એકલાનું સન્માન નથી. મહાન સંસ્થાઓ, સમુદાયો અને હેતૂઓ સાથે સંકળાયેલા તમામ વતી હું આ સન્માન સ્વીકારું છું. ધ્રુવ પટેલ લંડન ઇન્શ્યુરન્સ માર્કેટના લોઇડ્સના સન્માનિત સભ્ય છે અને હાલ તેઓ હાઇ પ્રિમિયમ ગ્રુપના ડેપ્યુટી ચેરમેન તરીકે ફરજ બજાવી રહ્યાં છે. ધ્રુવ પટેલે અભિયાન, પ્રતિબદ્ધતા અને જવાબદારીની સભાનતા સાથે પરિવારના રિટેલ ફાર્મસીના બિઝનેસથી પ્રોપર્ટી ડેવલપમેન્ટ સુધીની પ્રગતિ કરી છે. તેમણે ગ્રેટર લંડનમાં 60 નવા બ્રાન્ડ ન્યૂ રેસિડેન્સિયલ હોમ તૈયાર કર્યાં છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter