આ સપ્તાહમાં લંડન ટ્યુબ સ્ટ્રાઈક: બે મુખ્ય લાઈન સંપૂર્ણ બંધ રહેવાની ચેતવણી

Tuesday 21st April 2026 12:22 EDT
 

લંડન: લંડનમાં આગામી અઠવાડિયે આયોજિત ટ્યુબ હડતાળને કારણે મુસાફરોએ ભારે હાલાકીનો સામનો કરવો પડી શકે છે. ટ્રાન્સપોર્ટ ફોર લંડનએ ચેતવણી આપી છે કે હડતાળને કારણે સમગ્ર નેટવર્ક પર વ્યાપક અસર થશે જેમાં બે મુખ્ય લાઈનો પર સેવા સંપૂર્ણપણે ઠપ્પ રહેશે.

આરએમટી યુનિયન સાથે જોડાયેલા ડ્રાઈવર 21 એપ્રિલના મંગળવારના રોજ બપોરે 12 વાગ્યાથી 24 કલાક માટે અને 23 એપ્રિલના ગુરુવારના રોજ બપોરના 12 વાગ્યાથી 24 કલાક માટે હડતાળ પર જશે. ટીએફએલના જણાવ્યા અનુસાર પિકાડિલી અને સર્કલ લાઇનો પર કોઇ સેવા ઉપલબ્ધ રહેશે નહીં. મેટ્રોપોલિટન લાઇન અને સેન્ટ્રલ લાઇન વચ્ચે પણ ટ્રેન સેવા થંભી જશે. અન્ય મોટાભાગની લાઇનો પર મર્યાદિત સેવાઓ કાર્યરત રહેશે.

યુનિયન અઠવાડિયામાં ચાર દિવસના કામકાજના નવા નિયમ સામે વિરોધ કરી રહ્યું છે. યુનિયનનું કહેવું છે કે આનાથી કર્મચારીઓમાં થાક વધશે અને સુરક્ષા સાથે બાંધછોડ થશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter