લંડનઃ આંતરરાષ્ટ્રીય યોગ દિવસે ભારતીય હાઈ કમિશન દ્વારા રવિવાર, ૧૯ જૂન ૨૦૧૬ના રોજ પોટર્સ ફિલ્ડ્સ પાર્ક, લંડન SE1 2AA ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સવારના ૯.૦૦ કલાકે સમારંભનું ઉદ્ઘાટન કરાયા પછી નિષ્ણાતો દ્વારા વિવિધ યોગસત્રો યોજાશે. હાઈ કમિશને આ કાર્યક્રમમાં હાજર રહેવા સહુને આમંત્રણ આપ્યું છે. આ સાથે કાર્યક્રમનું સમયપત્રક સામેલ કરવામાં આવ્યું છે.
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ, ૨૦૧૬
તારીખઃ રવિવાર, ૧૯ જૂન ૨૦૧૬
સ્થળઃ પોટર્સ ફિલ્ડ્સ પાર્ક, લંડન SE1 2AA
૦૯.૦૦-૧૦.૦૦- ઉદ્ઘાટન સમારોહ
૧૦.૦૦-૧૦.૩૦- સૂર્ય નમસ્કાર- બ્રિટિશ વ્હીલ ઓફ યોગા દ્વારા
૧૦.૩૦- ૧૧.૦૦- પ્રાણાયામ (શ્વાસોચ્છવાસ પદ્ધતિ)- પતંજલિ દ્વારા
૧૧.૦૦-૧૧.૩૦- હઠયોગ- કૂલહર્બલ્સ દ્વારા
૧૧.૩૦-૧૨.૦૦- ધ્યાન- આર્ટ ઓફ લિવિંગ દ્વારા
૧૨.૦૦-૧૨.૩૦- વોરિયર સીક્વન્સઃ ડાયનેમિક યોગ- ચિ ક્રિ દ્વારા
૧૨.૩૦-૧૩.૦૦- ધ્યાન- વર્લ્ડ યોગ ફેસ્ટિવલ દ્વારા
૧૩.૦૦-૧૩.૩૦- યોગાસન (પ્રાણાયામ સાથે યોગ ક્લાસ)- શિવાનંદ દ્વારા
૧૩.૩૦-૧૪.૦૦- હઠયોગ- હિન્દુ સ્વયંસેવક સંઘ યુકે દ્વારા
૧૪.૦૦-૧૪.૩૦- રાજયોગ- મન માટેનો યોગ (ધ્યાન સત્ર)- બ્રહ્માકુમારીઝ દ્વારા
૧૪.૩૦-૧૫.૦૦- ફેમિલી યોગ- સ્પેશિયલ યોગ ફાઉન્ડેશન દ્વારા
૧૫.૦૦-૧૫.૩૦- સફળતા સર્જનની શક્તિ (સદ્ગુરુના માર્ગદર્શનમાં યોગ)- ઈશા ફાઉન્ડેશન દ્વારા
૧૫.૩૦-૧૬.૦૦- સહજયોગ અને ધ્યાન- DSYMદ્વારા
૧૬.૦૦-૧૬.૩૦- રાજયોગ- સંતોષ (Heartfulness)- રાજયોગ મેડિટેશન દ્વારા
૧૬.૩૦-૧૭.૦૦- યોગ- સિમ્પલીફાઈડ કુંડલિની યોગ ટ્રસ્ટ યુકે દ્વારા
૧૭.૦૦-૧૭.૧૫- કાર્યક્રમનું સમાપન


