પોર્ટ બ્લેરઃ બેંગાલુરુની એક મહિલા પર્યટક પર બળાત્કારના આરોપસર આંદામાન નિકોબાર પોલીસે બ્રિટનના નાગરિકની ધરપકડ કરી હતી. 30 વર્ષીય મહિલા દ્વારા દાખલ કરાયેલી ફરિયાદ અનુસાર સ્વરાજ દ્વિપના ગોવિંદ નગરમાં એક સ્કૂબા ડાઇવિંગ રિસોર્ટમાં આ ઘટના બની હતી.
સાઉથ આંદામાનના એસપી મનોજકુમાર મીણાએ જણાવ્યું હતું કે, અમે બ્રિટિશ નાગરિકની ધરપકડ કરી છે. તેને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી અપાયો છે. અમે તપાસ કરી રહ્યાં છીએ. મહિલાએ આરોપ મૂક્યો હતો કે બ્રિટિશ નાગરિકે તેને પીણામાં કશું ભેળવીને પીવડાવી દીધું હતું જેના કારણે તે ભાન ગુમાવી બેઠી હતી. તેને ભાન આવ્યું ત્યારે તે અસાધારણ સ્થિતિમાં હતી.