આંબેડકર મ્યુઝિયમ માટેની પ્લાનિંગ અપીલ પર સરકાર નિર્ણય લેશે

Wednesday 02nd October 2019 03:29 EDT
 
 

લંડનઃ સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર હાઉસિંગ, કોમ્યુનિટીઝ એન્ડ લોકલ ગવર્નમેન્ટ રોબર્ટ જેનરિક MP એ નોર્થ લંડનસ્થિત ડો. આંબેડકર મ્યુઝિયમના ભવિષ્યને સ્પર્શતી અપીલ સ્વહસ્તક લીધી હતી. કેમડન કાઉન્સિલ દ્વારા મ્યુઝિયમની પાછલી અસરથી પ્લાનિંગ અરજીને ફગાવી દેવાયા બાદ મ્યુઝિયમ, તેને અપાયેલી એન્ફોર્સમેન્ટ નોટિસ સામે અપીલ કરી રહ્યું છે.

જેનરિક MPએ જણાવ્યું હતું ‘આધુનિક ભારતની રચનાની ગાથામાં ડો. આંબેડકરના વિશેષ મહત્ત્વ અને આપણા દેશની સાંસ્કૃતિક વીરાસતમાં બ્રિટિશ-ભારતીય કોમ્યુનિટીએ આપેલા વિશેષ યોગદાનને જોતાં સેન્ટ્રલ ગવર્નમેન્ટ દ્વારા નિર્ણય લેવા માટે મેં અપીલ હાથ પર લીધી છે.’ આનો અર્થ એ છે કે સેન્ટ્રલ ગવર્નમેન્ટ પ્લાનિંગ ઈન્સ્પેક્ટોરેટ દ્વારા નિયુક્ત ઈન્ડિપેન્ડન્ટ ઈન્સ્પેક્ટરની ભલામણના આધારે નિર્ણય લેશે. ઈન્સ્પેક્ટર આ અપીલમાં ૨૪ સપ્ટેમ્બરથીશરૂ થયેલીઈન્ક્વાયરીનું નિરીક્ષણ કરશે અને રિપોર્ટ તૈયાર કરી મિનિસ્ટરોની ભલામણ માટે મોકલી આપશે.

રાજકીય કારકિર્દી અગાઉ લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સમાં ડોક્ટરેટની ડિગ્રીનો અભ્યાસ કરતી વખતે ડો. આંબેડકર ૧૯૨૧-૨૨ દરમિયાન થોડો સમય આ પ્રોપર્ટીમાં રહ્યા હતા. તેને ડો. આંબેડકર મ્યુઝિયમમાં પરિવર્તિત કરાયું છે. ડો. આંબેડકર સ્વતંત્ર ભારતના પ્રથમ કાયદા અને ન્યાય પ્રધાન હતા. તેમને ભારતના બંધારણના ‘મુખ્ય ઘડવૈયા’ તરીકે ઓળખવામાં આવે છે.

૨૦૧૫માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેનું ઉદઘાટન કર્યું હતું. આ બિલ્ડીંગ મહારાષ્ટ્ર સરકારે ખરીદ્યું હતું. જૂન ૨૦૦૮ના રીટન મિનિસ્ટરીયલ સ્ટેટમેન્ટમાં જણાવાયા મુજબ પ્લાનિંગ અપીલ્સની રિકવરી વિશેની નીતિને સુસંગત રહીને આ નિર્ણય લેવાયો હતો. પ્રોપ્રાઈટરી ગાઈડન્સ અંતર્ગત આ કેસમાં સેક્રેટરી ઓફ સ્ટેટ આખરી નિર્ણય લેશે નહીં.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter