લંડનઃ આઇકોનિક પૂર્વ ક્રિકેટ અમ્પાયર ડિકી બર્ડનું 92 વર્ષની વયે નિધન થયું છે. ડિકી બર્ડે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટથી રમવાનું શરૂ કર્યું હતું પરંતુ ઇજા થયા બાદ તેમને રમત રમવાનું બંધ કરવાની ફરજ પડી હતી. તેમ છતાં ક્રિકેટ પ્રત્યેના લગાવના કારણે તેમણે અમ્પાયરિંગ શરૂ કર્યું હતું. સચોટ અમ્પાયરિંગ અને આઇકોનિક સ્ટાઇલના કારણે તેઓ વિશ્વભરમાં જાણીતા બન્યા હતા. ડિકી બર્ડે 66 ટેસ્ટ અને 76 વન-ડે ઇન્ટરનેશનલમાં અમ્પાયરિંગ કર્યું હતું. તેઓ ક્રિકેટ વિશ્વકપની 3 ફાઇનલમાં પણ અમ્પાયર રહી ચૂક્યા હતા. ડિકી બર્ડની હોમ કાઉન્ટી યોર્કશાયર હતી અને તેમણે કાઉન્ટીના પ્રેસિડેન્ટ તરીકે પણ સેવાઓ આપી હતી.


