લંડનઃ પૂર્વ વડાપ્રધાન બોરિસ જ્હોન્સનને ગુરુવારે યોજાયેલી સ્થાનિક સત્તામંડળોની ચૂંટણીમાં સાઉથ ઓક્સફર્ડશાયરમાં મતદાન કરવા દેવાયું નહોતું. ઓળખપત્ર વિના પહોંચેલા જ્હોન્સનને ચૂંટણી કર્મચારીઓએ મતદાન કરવા દીધું નહોતું. અત્રે ઉલ્લેખનીય છે કે મતદાન માટે ઓળખપત્ર ફરજિયાત કરતો કાયદો બોરિસ જ્હોન્સનની સરકાર દ્વારા જ ઘડાયો હતો. જોકે પાછળથી જ્હોન્સનના ઓળખપત્રની વ્યવસ્થા કરાઇ હતી અને તેઓ મતદાન કરી શક્યાં હતાં.

