લંડનઃ આઇવીએફ સારવાર દરમિયાન સ્ટ્રોક અને વિઝન લોસ થયા બાદ ભારતીય મૂળની બિઝનેસ વુમન નવકિરણ ધિલ્લોન બાયર્ને લંડનના એક ફર્ટિલિટી ક્લિનિક પર દાવો માંડ્યો છે. ઇન્ટરનેશનલ સોફ્ટવેર કંપનીમાં ચીફ માર્કેટિંગ ઓફિસર નવકિરણને એનએચએસ દ્વારા સારવારનો ઇનકાર કરાયા બાદ તેમણે આસિસ્ટેડ રિપ્રોડક્શન એન્ડ ગાયનેકોલોજી સેન્ટરનો સંપર્ક કર્યો હતો.
નવકિરણે દાવો કર્યો છે કે એપ્રિલ 2018માં સારવાર પૂરી થયા બાદ તેમને સ્ટ્રોક આવ્યો હતો અને દ્રષ્ટિ ઝાંખી થઇ જતા તેઓ વિકલાંગતા સાથે જીવી રહ્યાં છે. ક્લિનિક અને અગ્રણી ક્લિનિશિયન મોહમ્મદ તારાનિસ્સીએ તેમને સારવારના જોખમો અંગે માહિતી આપી નહોતી. જોકે ક્લિનિક અને ડો. તારાનિસ્સીએ નવકિરણના આરોપો નકારી કાઢ્યાં છે.

