આકરા ઇમિગ્રેશન નિયમોને પગલે યુકેના વિઝા માટેની અરજીઓમાં એક લાખનો ઘટાડો

કેર વર્કર વિઝા માટેની અરજીમાં 62,000 અને સ્કીલ્ડ વર્કર વિઝા માટેની અરજીમાં 47,200નો ઘટાડો

Tuesday 13th January 2026 10:13 EST
 
 

લંડનઃ આકરા ઇમિગ્રેશન નિયંત્રણો લદાયા બાદ 2025માં વિદેશી સ્કીલ્ડ વર્કર્સ અને હેલ્થ સ્ટાફ દ્વારા યુકેના વિઝા માટે કરાતી અરજીઓમાં 51 ટકા જેટલો તોતિંગ ઘટાડો નોંધાયો હતો. 2025માં 61,000 લોકોએ કેર વર્કર વિઝા માટે અરજી કરી હતી. 2024માં આ સંખ્યા 1,23,000 હતી. આમ 2025માં અરજીઓમાં 62,000નો ઘટાડો જોવા મળ્યો હતો.

2025માં સ્કીલ્ડ વર્કર વિઝા માટે 85,500 વિદેશી દ્વારા અરજી કરાઇ હતી જે 2024ની 1,32,700 અરજીની સરખામણીમાં 36 ટકાનો ઘટાડો દર્શાવે છે. જોકે સીઝનલ વર્કર્સ અને સ્પોન્સર્ડ સ્ટડી વિઝાની અરજીઓમાં 8 ટકાનો વધારો થયો હતો પરંતુ તમામ પ્રકારના વિઝામાં 1,03,000 ઓછા વિઝા જારી કરાયાં હતાં. બ્રિટનમાં આવતા વિદેશીઓને નિયંત્રિત કરવા સમર 2025માં લાગુ કરાયેલા આકરા નિયંત્રણો બાદ આ ઘટાડો થયો છે.

મિનિસ્ટર ફોર માઇગ્રેશન એન્ડ સિટિઝનશિપ માઇક ટેપે જણાવ્યું હતું કે, નેટ માઇગ્રેશન છેલ્લા પાંચ વર્ષની સૌથી નીચી સપાટી પર આવી ગયું છે. વિદેશી કામદારોની સામે બ્રિટિશ કામદારોને પ્રાથમિકતા આપવાની અમારી નીતિઓ કામ કરી રહી છે. માઇગ્રેશનમાં હજુ વધારો ઘટાડો કરવા માટે અમે છેલ્લા 50 વર્ષના સૌથી મોટા લીગલ માઇગ્રેશન સુધારા પર પણ કામ કરી રહ્યાં છીએ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter