આકરાં ઇમિગ્રેશન નિયમોની અસર: સ્કિલ્ડ વર્કર વિઝા અરજીઓમાં 44% નો ઘટાડો

માર્ચ મહિના સુધીના વર્ષમાં સ્કિલ્ડ વર્કર વિઝા માટે માત્ર 34,700 અરજી મળી

Tuesday 14th April 2026 10:39 EDT
 
 

લંડનઃ હોમ સેક્રેટરી શબાના માહમૂદ દ્વારા ઇમિગ્રેશનના નિયમોમાં કરવામાં આવેલા ફેરફારોને પરિણામે વિદેશી કામદારોની સંખ્યામાં મોટો ઘટાડો નોંધાયો છે. હોમ ઓફિસ દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર આંકડાઓ મુજબ, માર્ચ મહિના સુધીના વર્ષમાં સ્કિલ્ડ વર્કર વિઝા માટે માત્ર 34,700 અરજીઓ થઈ છે, જે ગત વર્ષની સરખામણીએ 44 ટકાનો ઘટાડો દર્શાવે છે.

લેબર સરકાર દ્વારા લેવાયેલા કેટલાક કડક નિર્ણયોને કારણે વિદેશી કામદારો માટે બ્રિટન આવવું મુશ્કેલ બન્યું છે. વિઝા મેળવવા માટે લઘુત્તમ પગારની મર્યાદા વધારીને 41,700 પાઉન્ડ  કરી દેવામાં આવી છે. તે ઉપરાંત અંગ્રેજી ભાષાના જ્ઞાનના ધોરણો વધુ સખત બનાવવામાં આવ્યા છે. નોકરીદાતાઓ દ્વારા ચૂકવવામાં આવતી ફીમાં 32 ટકાનો વધારો કરવામાં આવ્યો છે, જેના કારણે સ્થાનિક કંપનીઓ હવે વિદેશી કામદારોને સ્પોન્સર કરવામાં ખચકાઈ રહી છે.

આ ફેરફારોને લઈને લેબર પાર્ટીની અંદર જ વિરોધના સૂર ઉઠ્યા છે. પૂર્વ ડેપ્યુટી પીએમ એન્જેલા રેનરે આ સુધારાને બ્રિટિશ સિદ્ધાંત વિરોધી ગણાવ્યા છે. આ આંતરિક ખેંચતાણને કારણે આગામી માં અમલમાં આવનારા નિયમોમાં થોડા ફેરફાર થવાની શક્યતા છે.

બ્રિટનમાં ઇમિગ્રેશન એક મોટો રાજકીય મુદ્દો બની રહ્યો છે. એક તરફ સરકાર આર્થિક લાભો અને સ્થાનિક રોજગારીને પ્રાધાન્ય આપી રહી છે, તો બીજી તરફ આ કડક નિયમોને કારણે ભવિષ્યમાં ટેક્સની આવક ઘટવાની ભીતિ પણ સેવાઈ રહી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter