આખરે ઈંગ્લેન્ડમાં ગાજવીજ સાથે વરસાદ

Wednesday 17th August 2022 01:36 EDT
 

લંડનઃ ઈંગ્લેન્ડના આઠ વિસ્તારોમાં દુકાળની જાહેરાત થઈ છે ત્યારે હવામાન આગાહીકારોએ ખતરનાક ફ્લેશ ફ્લ્ડ્સની ચેતવણી આપવાના કારણે પરિવારોએ ટ્રાફિકની અરાજકતા અને પાવર કટ્સનો સામનો કરવો પડે તેવી સ્થિતિ સર્જાઈ હતી. ઈંગ્લેન્ડ અને વેલ્સમાં ત્રણ કલાકથી ઓછાં સમયમાં ગાજવીજ સાથેના 2 ઈંચ જેટલા વરસાદથી શેરીઓમાં તત્કાળ પૂરની અસરથી નદીઓ વહેતી જોવા મળી હતી. જોકે, આ વરસાદથી દુકાળની પરિસ્તિતિમાં કોઈ ફેર પડશે નહિ.

ગ્રામીણ વિસ્તારોમાં ભારે કિચડના કારણે માર્ગો પર અવરોધો સર્જાયા હતા. સત્તાવાળાઓએ લોકોએ નુકસાનના કારણે ઘર છોડવું પડે તો મહત્ત્વના સરસામાનની બેગ્સ તૈયાર રાખવાની પણ સૂચના આપી છે. બીજી તરફ, વરસાદી ઝાપટાં પડવા છતાં, ગરમીમાં કોઈ ઘટાડો જોવાં મળે તેવી આશા નથી. મંગળવારે 27C (81F), બુધવાર અને ગુરુવારે 25C (77F) તેમજ શુક્રવારે 24C (75F)નું તાપમાન રહેવાની વકી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter