આખરે કેપ્ચર આઇટી સિસ્ટમ પણ ખામીયુક્ત હોવાનું પોસ્ટ ઓફિસે સ્વીકાર્યું

અગાઉ દોષી ઠેરવાયેલા ચાર કિસ્સામાં પોસ્ટ ઓફિસ દ્વારા તપાસ ચાલી રહી છે

Tuesday 05th March 2024 11:29 EST
 
 

લંડનઃ પોસ્ટ ઓફિસે કબૂલાત કરી છે કે બીજી ખામીયુક્ત આઇટી સિસ્ટમને કારણે ઓછામાં ઓછા ચાર સબ પોસ્ટમાસ્ટરને દોષી ઠેરવાયાં હતાં. આ કેપ્ચર આઇટી સિસ્ટમનો ઉપયોગ 1000 કરતાં વધુ સબ પોસ્ટમાસ્ટર દ્વારા કરાતો હતો. કેપ્ચર આઇટી સિસ્ટમને 1992માં પોસ્ટ ઓફિસમાં દાખલ કરાઇ હતી. હોરાઇઝન સ્કેન્ડલ પહેલાંના આ કથિત સ્કેન્ડલમાં પોસ્ટ માસ્ટરો કહે છે કે તેમને હિસાબમાં મેળ ન ખાવાના કારણે બરતરફ કરાયાં હતાં, નાણાની વસૂલાત કરાઇ હતી અને કેટલાક કિસ્સામાં તો ફોજદારી કેસો પણ ચલાવાયાં હતાં.

પોસ્ટ ઓફિસના સીઇઓ નિક રીડે હાઉસ ઓફ કોમન્સની બિઝનેસ એન્ડ ટ્રેડ કમિટીને પુરાવા આપતાં પહેલીવાર જાહેરમાં કબૂલાત કરી હતી કે પોસ્ટ ઓફિસ કેપ્ચર આઇટી સિસ્ટમ સાથે સંકળાયેલા કેસોની પણ તપાસ કરી રહી છે. પોસ્ટ ઓફિસ છેલ્લા પાંચ સપ્તાહથી તેના પર ઘણું કામ કરી રહી છે.

પોસ્ટ ફિસના રિમિડેશન યુનિટ ડિરેક્ટર સાયમન રિકાલ્ડિને જણાવ્યું હતું કે, અમારા ધ્યાનમાં આઠ કેસ આવ્યાં છે જેની સાથે કેપ્ચર આઇટી સિસ્ટમ સંકળાયેલી હોય. તેમાંથી ચાર કેસમાં પોસ્ટ માસ્ટરોને દોષી પણ ઠેરવાયાં છે. હવે આ ચુકાદા અમારી તપાસમાં મદદ કરી રહ્યાં છે કારણ કે અમે અદાલતોમાં જઇને તેમને કયા આધારે દોષી ઠેરવાયા હતા તેના પુરાવા ચકાસી શકીશું. આ મામલો 30 વર્ષ જૂનો છે તેથી તેના રેકોર્ડ મેળવવામાં મુશ્કેલી પડી રહી છે. અમે અમારા વકીલોને આ કેસોમાં પુરાવાની ચકાસણી કરવા જણાવ્યું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter