આખરે બોરિસ જ્હોન્સને ફેસ માસ્ક નહિ પહેરવા બદલ માફી માગી

Wednesday 24th November 2021 06:26 EST
 
 

લંડનઃ ગત સપ્તાહે હેક્ઝામ જનરલ હોસ્પિટલની મુલાકાત વેળાએ ફેસ માસ્ક નહિ પહેરવાના મુદ્દે હોબાળો થયા પછી વડા પ્રધાન બોરિસ જ્હોન્સને આખરે માફી માગી છે. જોકે, તેમણે ભારપૂર્વક એમ કહ્યું હતું કે તેઓ ભાગ્યે ૩૦ સેકન્ડ સુધી માસ્ક વિના રહ્યા હતા. જ્હોન્સને માસ્ક નહિ પહેરેલી તસવીરથી તેમની આકરી ટીકા થઈ હતી.

હોસ્પિટલની મુલાકાત વેળાએ જ્હોન્સને હોસિપિટલની નર્સીસ સાથે માસ્ક વિના તસવીર લેવડાવી ત્યારે NHS સ્ટાફ દ્વારા તેમને માસ્ક પહેરવા તાકીદ કરાઈ હતી. અગાઉ, ૧૫ નવેમ્બર, સોમવારે જ્હોન્સને માફી માગવાનો ઈનકાર કર્યો હતો. તેમણે કહ્યું હતું કે કોરોના ગાઈડલાઈન્સને અનુસરી જ્યાં આવશ્યક હોય ત્યાં તેઓ ફેસ માસ્ક લગાવે જ છે. જોકે, પાર્લામેન્ટની શક્તિશાળી લાયેઝન કમિટી દ્વારા આકરી પૂછપરછ પછી તેમણે માફી માગી હતી.

જ્હોન્સને કહ્યું હતું કે ‘રૂમમાંથી બહાર નીકળતી વેળા હું માસ્ક પહેરવાનું ભૂલી ગયો હતો અને ભૂલનો ખ્યાલ આવતા જ માસ્ક લગાવી દીધો હતો. આ માત્ર ૩૦ સેકન્ડ માટે જ હતું. હું આ ભૂલની માફી માગું છું. હોસ્પિટલની મુલાકાતની અન્ય તસ્વીરોમાં મેં માસ્ક પહેરેલો જ છે.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter