લંડનઃ ભારતથી મોટર સાઇકલ પર વિશ્વભ્રમણ પર નીકળેલા કન્ટેન્ટ ક્રિએટર યોગેશ આલેકારીની મોટર સાઇકલ 28 ઓગસ્ટના રોજ નોટિંગહામમાં વોલટનપાર્ક ખાતેથી ચોરાઇ ગઇ હતી. યોગેશ તેની કેટીએમ 390 એડવેન્ચર બાઇક પર 17 દેશોમાં 15000 માઇલનું અંતર કાપીને યુકે પહોંચ્યો હતો. હવે નોટિંગહામશાયરના ઓફરોડ બાઇક સેન્ટરે યોગેશને નવી બાઇક ભેટમાં આપી છે. યોગેશે ગુરુવારે તેની નવી બાઇક મેળવી હતી. જોકે બાઇકની સાથે તેનો પાસપોર્ટ, લાયસન્સ સહિતના દસ્તાવેજો પણ ચોરાયાં હતાં તેથી તેને નવા દસ્તાવેજ મેળવવામાં થોડા સપ્તાહનો સમય લાગે તેવી સંભાવના છે.
યોગેશે જણાવ્યું હતું કે, 10 દિવસ બાદ મારા ચહેરા પર સ્મિત આવ્યું છે. મને આ પ્રકારનો સપોર્ટ મળશે તેવી આશા રાખી નહોતી. મારી પાસે આભાર વ્યક્ત કરવા માટે શબ્દો નથી. ઓફરોડ સેન્ટરનો હું હૃદયપુર્વક આભારી છું.