આગના જોખમના કારણે લંડનમાં 600 ઇલેક્ટ્રિક બસ પાછી ખેંચાઇ

Tuesday 05th March 2024 11:34 EST
 
 

લંડનઃ આગ લાગવાના જોખમના કારણે લંડનમાં 600 ઇલેક્ટ્રિક બસ પાછી ખેંચી લેવાઇ છે. ડ્રાઇવર એન્ડ વ્હિકલ સ્ટાન્ડર્ડ એજન્સીએ બસ ઓપરેટરોને આકરી ચેતવણી આપી છે કે એલેક્ઝાન્ડર ડેનિસ એન્વિરો 200 અને એન્વિરો 400 બસમાં ગંભીર સુરક્ષાની ખામી છે. તેનો અર્થ એ થયો કે આ બસોમાં ગમે ત્યારે આગ લાગી શકે છે. આ બસોનું ઉત્પાદન મે 2019થી ફેબ્રુઆરી 2024 વચ્ચે કરાયું છે.

એલેક્ઝાન્ડર ડેનિસ કંપનીએ જણાવ્યું હતું કે, આ વર્ષના પ્રારંભે બસમાં આગ લાગવાની ઘટના બાદ અમે શોધી કાઢ્યું હતું કે, બસમાં હિટિંગ, વેન્ટિલેશન અને એરકન્ડિશન માટે હિપ્સકોલ્ડ દ્વારા સપ્લાય કરેલી સિસ્ટમમાં ખામી હતી. અમારી તપાસ હજુ ચાલુ છે અને આગ લાગવાના મૂળ કારણની હજુ ખબર પડી નથી. અમારા ગ્રાહકો, ટીમ મેમ્બર, બસ ડ્રાઇવર અને પ્રવાસીઓની સુરક્ષા અમારી ટોચની પ્રાથમિકતા છે. આ માટે અમે સેફ્ટી બુલેટિન પણ જારી કર્યું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter