આગામી 4 દાયકામાં શાળાઓમાં શ્વેત બ્રિટિશ વિદ્યાર્થીઓ લઘુમતીમાં આવી જશે

2060 સુધીમાં યુકેમાં 50 ટકા જ શ્વેત બ્રિટિશરો રહી જશે, મોટા શહેરોમાં લઘુમતીમાં

Tuesday 16th May 2023 11:54 EDT
 
 

લંડનઃ આગામી ચાર દાયકામાં યુકેની શાળાઓમાં શ્વેત બ્રિટિશ વિદ્યાર્થીઓ લઘુમતીમાં આવી જશે. એક અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે વર્ષ 2060 સુધીમાં 50થી 60 ટકા જ લોકો શ્વેત બ્રિટિશ હશે. એ વાતના સંકેત અત્યારથી જ મળવા લાગ્યા છે. મોટા શહેરોમાં શ્વેત બ્રિટિશરો લઘુમતીમાં આવી ગયાં છે. 2021ની વસતી ગણતરી પ્રમાણે લંડન અને બર્મિંગહામમાં અત્યારથી જ શ્વેત બ્રિટિશરો લઘુમતીમાં આવી ગયાં છે.

ટેલિગ્રાફના એક અહેવાલ પ્રમાણે ઇમિગ્રેશન નિષ્ણાતોનું માનવું છે કે 2022માં નેટ માઇગ્રેશન 6,50,000થી 10,00,000 વચ્ચે રહ્યું જેના કારણે સરકાર પર ભારે દબાણ સર્જાયું છે. નેટ માઇગ્રેશન બે લાખથી 3 લાખ વચ્ચે રહેવાની સંભાવના છએ.

લેબર પાર્ટીના નેતા કીર સ્ટાર્મેર કહે છે કે આ આંકડા દર્શાવે છે કે સરકારનું કોઇ પ્રકારનું નિયંત્રણ રહ્યું નથી. સરકાર કોઇપણ પ્રકારના આયોજન વિના જ કામ કરી રહી છે. જાણે કે સિસ્ટમ જ પડી ભાંગી છે.

વડાપ્રધાન રિશી સુનાકના પ્રવક્તાએ પણ જણાવ્યું હતું કે, વડાપ્રધાન માઇગ્રેશન ઘટાડવા પ્રતિબદ્ધ છે. અમે ગેરકાયદેસર ઇમિગ્રેશન અટકાવવા અને પોઇન્ટ આધારિત સિસ્ટમ દાખલ કરવાના પ્રયાસો કરી રહ્યાં છીએ.

હોમ ઓફિસના આંકડા દર્શાવે છે કે ડિસેમ્બર 2022ના અંત સુધીમાં યુરોપિયન સંઘના ન હોય તેવા દેશોના નાગરિકોને વિવિધ કેટેગરીમાં 13.70 લાખ વિઝા જારી કરાયાં હતાં.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter