આગામી મહિનાથી ફાર્મસીઓ ખાતે કોરોનાની રસી અપાશે

Tuesday 13th February 2024 12:35 EST
 

લંડનઃ આગામી મહિનાથી ફાર્મસીઓ ખાતે કોરોનાની રસી વેચાતી અપાશે. તેના કારણે જે લોકો એનએચએસમાં કોરોના રસીના બૂસ્ટર ડોઝ લેવા યોગ્યતા ધરાવતા નહોતા તેઓ પણ કોરોનાની રસી પ્રાપ્ત કરી શકશે. ફાર્માસ્યુટિકલ કંપની ફાઇઝરે જણાવ્યું હતું કે, યુકેમાં કોરોના રસીના વેચાણ માટે અમે બૂટ્સ જેવી ફાર્મસી ચેઇન્સ સાથે વાટાઘાટો કરી રહ્યાં હતાં. સરકારના વૈજ્ઞાનિક સલાહકારો દ્વારા નક્કી કરાતી યોગ્યતા પ્રમાણે એનએચએસ ખાતે જ કોરોનાની રસી આપવામાં આવી રહી હતી. કોરોના રસીના બૂસ્ટર ડોઝ ફક્ત 65 વર્ષથી વધુ વયના લોકોને જ અપાયાં હતાં જેના કારણે કરોડો યુવાઓ અને પુખ્તોને કોરોના રસીના બૂસ્ટર ડોઝ પ્રાપ્ત થયાં નથી.

કોરોના રસીની ઉત્પાદક કંપનીઓ ફાઇઝર અને મોડેર્નાએ જણાવ્યું છે કે તેઓ આ વર્ષે ફાર્મસીઓ અને પ્રાઇવેટ ક્લિનિક ખાતે કોરોના રસીના વેચાણની શક્યતાઓ ચકાસી રહ્યાં છે. કોરોના રસીની કિંમત ફાર્મસીઓ દ્વારા નક્કી કરાશે. સામાન્ય રીતે તે 15થી 20 પાઉન્ડની વચ્ચે રહે તેવી સંભાવના છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter