આગામી વર્ષથી સરકારી પેન્શનમાં ૭૦૦ પાઉન્ડ સુધી વધારો થઈ શકે

Wednesday 16th February 2022 05:58 EST
 
 

લંડનઃ જો ચાન્સેલર સુનાક પેન્શનરો પ્રતિ ઉદારતા દાખવશે તો આગામી વર્ષથી સરકારી પેન્શનમાં ૭૦૦ પાઉન્ડ સુધી વધારો થઈ શકે છે. ચાન્સેલર પર ટ્રિપલ લોક ફરીથી રદ નહિ કરવાનું ભારે દબાણ થઈ રહ્યું છે.

આગામી ૬ એપ્રિલથી સંપૂર્ણ બેઝિક સરકારી પેન્શન ૫.૫૫ પાઉન્ડના વધારા સાથે સાપ્તાહિક ૧૮૫.૧૫ પાઉન્ડ સુધી પહોંચશે. જો એપ્રિલ ૨૦૨૩માં ૭.૨૫ ટકાનો વધારો થાય તો પેન્શન સાપ્તાહિક ૧૯૮.૫૨ પાઉન્ડનું થશે. આમ સાપ્તાહિક ૧૩.૪૨ પાઉન્ડના વધારા સાથે સરકારી પેન્શન વાર્ષક ૭૦૦ પાઉન્ડ સુધી પહોંચી જશે. વાસ્તવિક વધારો આ વર્ષના સપ્ટેમ્બરના ઈન્ફ્લેશન આંકડ્ા પર આધારિત રહેશે. ભાવ વધવા સાથે તે ૭.૨૫ ટકાથી પણ વધી શકે છે.

ચાન્સેલર સુનાકે આ વર્ષથી સરકારી પેન્શન માટે ટ્રિપલ લોક પદ્ધતિ બદલી નાખી છે જેનાથી સરકારી પેન્શરોને આશરે વાર્ષિક ૫૦૦ પાઉન્ડની ખોટ ગઈ છે. ટ્રિપલ લોક પદ્ધતિમાં ઈન્ફ્લેશન, કમાણી અથવા ૨.૫ ટકામાં સૌથી વધુ હોય તેનાથી સરકારી પેશન્સનો વધારો થાય છે. જો સુનાકે એપ્રિલથી તેનો અમલ કર્યો હોત તો પેન્શનરોને ૮.૩ ટકા લેખે પેન્શન મળ્યું હોત

કોસ્ટ ઓફ લિવિંગ વધતી રહી છે ત્યારે વધારાની રોકડથી મુશ્કેલી હળવી થઈ શકે છે. ફૂગાવો વધી રહ્યો છે ત્યારે સુનાક ફરીથી ટ્રિપલ લોક સિસ્ટમ રદ કરશે તેવી ચિંતા સેવાય છે. ફૂગાવા અનુસાર સરકારી પેન્શન વધે તો પેન્શનરોને નિર્વાહખર્ચ સામે રક્ષણ મળે પરંતુ, સરકારી તિજોરી પર બોજો વધી શકે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter