લંડનઃ આગામી વર્ષથી યુકેમાં સ્ટેટ પેન્શન વયમર્યાદા 66 વર્ષથી વધારીને 67 વર્ષ કરાશે. આ વધારો 6 મે 2026થી લાગુ થશે અને તે પુરુષો અને મહિલા એમ બંને પર અમલી બનશે. 2014માં કાયદામાં કરાયેલા સુધારા પ્રમાણે આ સુધારાનો સંપુર્ણ અમલ વર્ષ 2028 સુધીમાં કરી દેવાશે. આ પછીનો વધારો વર્ષ 2044 અને 2046માં કરાશે. તે સમયે સ્ટેટ પેન્શન એજ 67 વર્ષથી વધારીને 68 વર્ષ કરાશે.
આમ તો વયમર્યાદામાં વધારાથી દરેકના રિટાયરમેન્ટ પ્લાન પર અસર થાય છે પરંતુ આ વખતના વધારાની સૌથી વધુ અસર 6 માર્ચ 1961થી 5 એપ્રિલ 1977 વચ્ચે જન્મેલા લોકો પર થશે. તેઓ જ્યારે 67 વર્ષના થશે ત્યારે સ્ટેટ પેન્શન મેળવવાના હકદાર બનશે.