લંડનઃ આતંકવાદ વિરોધી દળ અને લેન્કશાયર પોલીસે ગત સપ્તાહે ૧૪ વર્ષીય કિશોરની શંકાસ્પદ આતંકવાદી પ્રવૃત્તિ બદલ ધરપકડ કરી હતી. આ ઉપરાંત ગ્રેટર માન્ચેસ્ટર પોલીસે ૧૬ વર્ષીય યુવતીની પણ આ પ્રકારની કામગીરી બદલ ધરપકડ કરી છે. જોકે, બાદમાં આ બંને ટીનેજર્સને જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા. હવે કેસની સુનાવણી ૨૮ મેના રોજ થશે. ગ્રેટર માન્ચેસ્ટર પોલીસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, આ ધરપકડ તુર્કી-સિરીઆ બોર્ડર પર પકડાયેલા નવ વ્યક્તિઓ સાથે સંબંધિત નથી. ગત સપ્તાહે ત્રણ પુરુષ, બે મહિલાઓ અને ચાર બાળકોની તુર્કીમાં ધરપકડ થઇ હતી, તેઓ સિરીઆની સરહદ ઓળંગી રહ્યા હતા. આ પકડાયેલામાં રોશડેલમાં લેબર કાઉન્સિલરનો પુત્ર પણ હતો.