આતંકવાદી હુમલાના કેસમાં આદિત્ય દોષમુક્ત જાહેર

Tuesday 30th January 2024 11:52 EST
 

લંડનઃ સ્નેપચેટ પર આતંકવાદી હુમલાની ધમકી આપતો મેસેજ મોકલવા માટેના  કેસમાં બ્રિટિશ યુનિવર્સિટીના વિદ્યાર્થી આદિત્ય વર્માને સ્પેનની અદાલતે નિર્દોષ છોડવાનો આદેશ આપ્યો છે. મિત્રો સાથે સ્પેનના મેનોર્કા જતા વખતે આદિત્ય વર્માએ ગેટવિક એરપોર્ટ પરથી સ્નેપ ચેટ પર મેસેજ મોકલ્યો હતો કે તે તાલિબાન સાથે સંકળાયેલો છે અને પ્લેનને ફૂંકી મારવાનો ઇરાદો ધરાવે છે. તેણે મેસેજમાં લખ્યું હતું કે, હું તાલિબાનનો સભ્ય છું અને આ પ્લેન ફૂંકી મારવા જઇ રહ્યો છું. આ મેસેજની જાણ થતાં જ યુકેની સિક્યુરિટી એજન્સીઓએ તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી હતી. આ બનાવ જુલાઇ 2022નો છે. તે સમયે આદિત્ય વર્મા 18 વર્ષનો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter