લંડનઃ સરકારે નવી ઇલેક્ટ્રિક કાર ખરીદવા પર 3750 પાઉન્ડ સુધીની ગ્રાન્ટ ફરી શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. સરકારે આ માટે 650 મિલિયન પાઉન્ડનું ભંડોળ ફાળવ્યું છે. 37000 પાઉન્ડથી ઓછી કિંમત ધરાવતી ચોક્કસ નવી ઇવી કાર માટે આ ગ્રાન્ટ અપાશે. આ નિર્ણયનો અમલ 16મી જુલાઇથી શરૂ થઇ ગયો છે.
આ પહેલાં કન્ઝર્વેટિવ સરકારે ઇવી કારની ખરીદી પર અપાતી ગ્રાન્ટ બંધ કરી દીધી હતી. તે સમયે 32000 પાઉન્ડથી ઓછી કિંમતની ઇવી કાર માટે ફિક્સ 1500 પાઉન્ડની ગ્રાન્ટ અપાતી હતી. જેના પગલે ઇવી કારની ડિમાન્ડમાં ઘટાડો થયો હતો.
આ માટે સરકાર દ્વારા બે કેટેગરીની જાહેરાત કરાશે જેમાં બેન્ડ વનમાં આવતી ઇવી કાર માટે 3750 પાઉન્ડ અને બેન્ડ ટુમાં સામેલ ઇવી કાર માટે 1500 પાઉન્ડની સબસિડી અપાશે. આ બેન્ડ ઇવી કારના ઉત્પાદનમાં કેટલું કાર્બન ઉત્સર્જન થાય છે તેના આધારે નક્કી કરાશે.