આપણા અતિથિ: શ્રીમતી શિરીષ પી. ચોટલિયા Q.C.

Monday 22nd May 2017 11:58 EDT
 
 

૩૦ વર્ષ કરતાં વધુ વર્ષનો ઈમિગ્રેશન અને લીટીગેશન લોયર તરીકેનો અનુભવ ધરાવતા શ્રીમતી શિરીષ પી. ચોટલિયા Q.C. આગામી ૨૬ મે'થી પ જૂનના બે અઠવાડિયાના લંડનના પ્રવાસે આવી રહ્યા છે. તેઓ બ્રિટિશ નાગરિકો અને યુેકમાં વસતા એનઆરઆઇ સમુદાયને કેનેડામાં સ્થળાંતર થવા માટે માર્ગદર્શન અને સલાહ સૂચન આપશે. તેમણે મિનિસ્ટર ઓફ સિટીઝનશીપ એન્ડ ડેવલપમેન્ટ વિરુદ્ધ ઘણાં કેસોમાં સફળતા મેળવી છે અને દાખલા બેસાડ્યા છે.

શ્રીમતી ચોટલિયા ૧૯૯૫થી યુનિવર્સિટી ઓફ આલ્બર્ટાની લો ફેકલ્ટીમાં ઈમિગ્રેશન કાયદો તેમજ અન્ય અભ્યાસક્રમનું શિક્ષણ આપી રહ્યા છે. તેમણે નોર્ધર્ન આલ્બર્ટામાં કેનેડિયન બાર એસોસિએશન ઈમિગ્રેશન સેક્શનના અધ્યક્ષ તરીકે પણ સેવા આપી છે.

શ્રીમતી ચોટલિયાએ કાયદાને લગતાં કેટલાંક પુસ્તકો અને કાયદા સંબંધિત ઘણાં લેખો લખ્યા છે. તેમને જરૂરતમંદ લોકોને સહાય પૂરી પાડવા માટે ૧૯૯૬માં ‘વુમન ઓફ ધ યર’ ઉપરાંત બિઝનેસ એન્ડ પ્રોફેશનલ વિમેન્સ ક્લબ અને એડમન્ટન સન ન્યૂઝપેપર તરફથી ઘણાં એવોર્ડ અને માનસન્માન મળ્યાં છે.

શ્રીમતી ચોટલિયાએ ૧૯૮૩માં બી.એની, ૧૯૮૬માં J D (Doctorate of Laws) અને ૧૯૯૧માં માસ્ટર ઓફ લોની ડિગ્રી યુનિવર્સિટી ઓફ આલ્બર્ટાથી મેળવી હતી. ૧૯૮૭માં તેમનો બાર ઓફ આલ્બર્ટામાં સમાવેશ કરાયો હતો. તેઓ ફ્રેંચ, હિંદી, મરાઠી અને ગુજરાતી સહિત કેટલીક ભાષાઓ બોલી શકે છે. સંપર્ક: કિશોરભાઇ પરમાર 07875 229 088 અને www.shirishchotalia.com


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter