'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' દ્વારા ગત તા. ૬ અને ૭ જૂનના રોજ હેરો લેઝર સેન્ટર ખાતે યોજાયેલા શાનદાર પાંચમા આનંદ મેળાનું આગામી તા. ૨૮ જૂન ૨૦૧૫ રવિવારના રોજ સાંજના ૬-૩૦ કલાકે અને તા. ૧ જુલાઇ ૨૦૧૫ના બુધવારના રોજ સવારે ૧૧ કલાકે B4U (સ્કાય ચેનલ ૭૮૧) ઉપર ટીવી પ્રસારણ કરવામાં આવશે. જે લોકો આનંદ મેળામાં ભાગ લઇ શક્યા નથી તેઅો આનંદ મેળાની મોજ ટીવી પર માણી શકશે. જ્યારે જેમણે આનંદ મેળાની મોજ માણી હતી તેઅો પોતાની યાદો તાજી કરી શકશે.