લંડનઃ મધ્ય આફ્રિકાના દેશ કેમરૂનમાં બ્રેસ્ટ આયર્નિંગ જેવી કુપ્રથા પ્રવતર્તી હોવાનું બહાર આવતાં ભારે ટીકા થઇ હતી. કેમરૂનમાં ૫૦ ટકા તરુણીઓ બ્રેસ્ટ આયર્નિંગનો શિકાર બને છે. જોકે, બ્રિટનમાં વસતી આફ્રિકન મૂળની તરુણીઓ પણ બ્રેસ્ટ આયર્નિંગ કુપ્રથાનો શિકાર બનતી રહી છે.
અત્યાર સુધીમાં ૧૦૦૦થી વધુ યુવતીઓ આ કુપ્રથાનો શિકાર બની છે. બ્રિટનના સાસંદ જેક બેરીએ બ્રેસ્ટ આયર્નિંગને અપરાધ જાહેર કરવાની માગણી કરી છે. એક પીડિતાએ જણાવ્યું હતું કે હથોડાને ગરમ કરી તેનાથી સ્તનને દબાવાય છે, જે ખૂબ પીડા આપે છે.
૧૦ વર્ષની ઉંમરથી જ કિશોરી રોજ આ દર્દનાક પ્રક્રિયામાંથી પસાર થાય છે. કિશોરીનાં સ્તનને કોલસા તપાવેલાં પથ્થર કે પછી હથોડાથી દબાવીને ચપટાં કરી દેવાય છે કે જેથી તેનો વિકાસ ના થાય. માતા પોતે જ બાળકીનું બ્રેસ્ટ આયર્નિંગ કરતી હોય છે. આ સમુદાય મુજબ, કન્યાના બ્રેસ્ટ ટીસ્યૂ કાઢી નાખવામાં આવે તો અનાકર્ષક બની રહેશે અને દુષ્કર્મ કે કોઇક અત્યાચારથી બચી જશે.

