લંડનઃ આયર્લેન્ડમાં ગયા સમરમાં ભારતીયો પર થયેલા રેસિસ્ટ હુમલાઓમાં પહેલીવાર ધરપકડો કરાઇ છે. 19 જુલાઇના રોજ ડબ્લિનમાં એમેઝોનના ભારતીય કર્મચારી પર હુમલા માટે આયર્લેન્ડ પોલીસે 30 વર્ષીય એક યુવક અને એક સગીરની ધરપકડ કરી છે. આ હુમલા બાદ આયર્લેન્ડમાં સંખ્યાબંધ રેસિસ્ટ હુમલા થયા હતા પરંતુ તે માટે હજુ સુધી કોઇ ધરપકડ કરાઇ નથી.

