લંડનઃ અમેરિકા દ્વારા ઉપયોગમાં લેવાતા આરએએફના ફેરફોર્ડ સ્થિત બેઝ પર આતંકવાદી હુમલો કરવાના કેસમાં 25 વર્ષીય બ્રિટિશ ઇરાની નાગરિકની ધરપકડ કરાઇ છે. પોલીસે જણાવ્યું હતું કે, આ શખ્સને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. કાઉન્ટર ટેરરિઝમ પોલીસિંગના નેશનલ કોઓર્ડિનેટર વિકી ઇવાન્સે જણાવ્યું હતું કે, તપાસ અત્યંત જટિલ છે અને અમારી સ્પેશિયાલિસ્ટ ટીમો તપાસની વિવિધ દિશાઓ પર કામ કરી રહી છે.

