લંડનઃ બ્રિટિશ ભારતીય દંપતીએ એક જ શિપમેન્ટમાં દાણચોરી દ્વારા 57 મિલિયન પાઉન્ડના કોકેનની ઓસ્ટ્રેલિયામાં દાણચોરી કરી હોવાનો આરોપ મૂકાયો છે. આ દંપતી દ્વારા કરોડો પાઉન્ડનું કોકેન ઓસ્ટ્રેલિયામાં ઘૂસાડાતું હોવાનું કોર્ટને જણાવવામાં આવ્યું હતું. આરતી ધીર અને તેના પતિ કવલ રાયજાદા પર 2019થી 2021ની વચ્ચે 37 કોમર્શિયલ ફ્લાઇટ દ્વારા મોટા જથ્થામાં કોકેનની દાણચોરી કરવાનો આરોપ છે.


