આર્ચીનું ઓર્ગેનિક બ્લેન્કેટ રાજસ્થાનમાં બન્યું હતું

Wednesday 07th August 2019 03:41 EDT
 

લંડનઃ ડ્યૂક અને ડચેસ ઓફ સસેક્સ દ્વારા તેમના પુત્ર આર્ચીના પારણામાં જે ઓર્ગેનિક બ્લેન્કેટ ઉપયોગમાં લેવાય છે તે કલાક દીઠ માત્ર ૩૭ પેન્સ મહેનતાણું મેળવતા કારીગરો દ્વારા ભારતમાં બનાવાયું હતું.

ઉનાળામાં બાળકો માટે ઉપયોગમાં લેવાતા પરંપરાગત બ્લેન્કેટ ‘દોહર’માં આ યુગલના ત્રણ મહિનાના બાળકને લપેટવામાં આવ્યો હતો. હોંગકોંગની મલાબાર બેબી બ્રાન્ડ દ્વારા તે ૩૫ પાઉન્ડની કિંમતે વેચાયું હતું. આ બ્રાન્ડની મુખ્ય વિશેષતા બાળકોના ઓર્ગેનિક કપડાં અને અન્ય ચીજવસ્તુઓ છે.

ભારતના રાજસ્થાનમાં આવેલી ‘નાયિકા’ કંપની દ્વારા મલાબાર બેબીની આ વસ્તુઓનું ઉત્પાદન થાય છે. જોકે, તેના સ્ટાફને તો મહિને લગભગ ૭૦ પાઉન્ડ (રૂ.૬,૦૦૦) જ પગાર તરીકે મળે છે, જે એક અઠવાડિયામાં ૪૮ કલાકના કામકાજમાં કલાક દીઠ માત્ર ૩૭ પેન્સ જેટલા થાય. રાજ્યમાં આ પ્રકારના કામદારો માટેનું કલાક દીઠ લઘુતમ વેતન ૩૬ પેન્સ જેટલું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter