આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ હજારો સરકારી નોકરી ખાઇ જશે

એઆઇની મદદથી સરકારી ખર્ચમાં પ્રતિ વર્ષ 36 બિલિયન પાઉન્ડની બચત કરી શકાશે

Tuesday 03rd June 2025 10:50 EDT
 

લંડનઃ સરકારી આંકડા અનુસાર જુનિયર સરકારી કર્મચારીઓ દ્વારા કરાતા 66 ટકા કામ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી પાર પાડી શકાય છે. સરકારને આશા છે કે રોજિંદી કામગીરી માટે નવી ટેકનોલોજીના ઉપયોગથી પ્રતિ વર્ષ 36 બિલિયન પાઉન્ડની બચત કરી શકાશે.

ચાન્સેલર રેચલ રીવ્ઝે આગામી 4 વર્ષમાં સરકારી સેવાઓના ખર્ચમાં 15 ટકાનો ઘટાડો કરવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. ચાન્સેલર 50,000 સરકારી નોકરીઓ ઘટાડવાની તરફેણમાં છે તેનો અર્થ એ થયો કે વ્હાઇટહોલ સ્ટાફના પ્રતિ 10માંથી 1ની નોકરી જશે.

સાયન્સ એન્ડ ટેકનોલોજી ડિપાર્ટમેન્ટનું માનવું છે કે જુનિયર સરકારી કર્મચારીઓ દ્વારા કરાતાં 62 ટકા કામ રૂટિન છે. એક્ઝિક્યુટિવ અધિકારીઓ દ્વારા કરાતાં 48 ટકા કામ પણ રૂટિન પ્રકારના છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter