આર્મિટાઇસ ડેના રોજ આયોજિત દેખાવોમાં 100થી વધુ પેલેસ્ટાઇન સમર્થકોની અટકાયત

Tuesday 21st November 2023 12:44 EST
 
 

લંડનઃ રિમેમ્બરન્સ ડે વીકએન્ડમાં લંડન ખાતે પેલેસ્ટાઇન સમર્થકો દ્વારા આયોજિત કરાયેલા દેખાવોમાં પોલીસે 100 કરતાં વધુ લોકોની અટકાયત કરી હતી. મેટ્રોપોલિટન પોલીસે જણાવ્યું હતું કે, એક જૂથ દ્વારા ફટાકડા ફોડવાનું શરૂ કરાયું હતું અને તેમાંના ઘણાના ચહેરા ઢાંકેલા હતા તેથી પોલીસ અધિકારીઓએ તેમને અપાયેલી સત્તાનો ઉપયોગ કરતાં આ લોકોની અટકાયત કરી હતી. પોલીસે શાંતિનો ભંગ ન થાય તે માટે સેન્ટ્રલ લંડનના પિમલિકો ખાતેથી 92 જેટલાં ફાર રાઇટ કાઉન્ટર પ્રોટેસ્ટર્સની પણ અટકાયત કરી હતી. પોલીસે તીક્ષ્ણ હથિયારો રાખવા સહિતના અન્ય અપરાધો માટે 10ની ધરપકડ કરી હતી. આર્મિટાઇસ ડેના રોજ સેન્ટ્રલ લંડનમાં આયોજિત દેખાવોમાં 3 લાખ જેટલાં પેલેસ્ટાઇન સમર્થકો ઉમટી પડ્યાં હતાં.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter