આલોક શર્મા, ઇવાન મિનેઝિસ અને ડો. મયુર લાખાણીને નાઇટહૂડનો ખિતાબ

બ્રિટિશ એમ્પાયર દ્વારા એનાયત થતા ખિતાબોમાં ભારતીય સમુદાયનો દબદબો

Wednesday 04th January 2023 05:33 EST
 
 

લંડન

બોરિસ જ્હોન્સન સરકારમાં ભારતીય મૂળના મંત્રી રહેલા અને સીઓપી 26માં બ્રિટનનું નેતૃત્વ કરનાર આલોક શર્માને કિંગ ચાર્લ્સ તૃતિય દ્વારા નાઇટહૂડથી સન્માનિત કરાયાં છે. કિંગ ચાર્લ્સ તૃતિય દ્વારા લંડનમાં શુક્રવારે નવા વર્ષના સન્માનોની યાદી જારી કરવામાં આવી હતી. ક્લાઇમેટ ચેન્જ સામેની લડાઇમાં બ્રિટનને નેતૃત્વ આપવા અને યોગદાન માટે આલોક શર્માને નાઇટહૂડનો ખિતાબ એનાયત કરાયો છે. કિંગ ચાર્લ્સ તૃતિય દ્વારા 30 કરતાં વધુ ભારતીય મૂળના એક્ટિવિસ્ટ, ઇકોનોમિસ્ટ, એકેડેમિક્સ, મેડિકલ એક્સપર્ટ અને દાનવીરોને વિવિધ ખિતાબોથી સન્માનિત કરાયાં છે. કિંગ દ્વારા સન્માનિત કરાયેલા અન્ય ભારતીય મૂળના બ્રિટિશરોમાં બિઝનેસ અને ઇક્વાલિટીમાં સેવાઓ માટે ડિયાજિઓના સીઇઓ ઇવાન મેન્યુઅલ મિનેઝિસ, હાઇગેટ મેડિકલ સેન્ટર ખાતેના ફેકલ્ટી ઓફ મેડિકલ લીડરશિપ એન્ડ મેનેજમેન્ટ એન્ડ જનરલ પ્રેકટિશનરના અધ્યક્ષ ડો. મયુર કેશવજી લાખાણીને પણ નાઇટહૂડનો ખિતાબ એનાયત કરાયો છે.

નાઇટહૂડના ખિતાબથી સન્માનિત

-          આલોક શર્મા – પૂર્વ મંત્રી અને સીઓપી26 ખાતે બ્રિટનના આગેવાન

-          ઇવાન મેન્યુઅલ મિનેઝિસ – સીઇઓ, ડિઆજીઓ પીએલસી

-          ડો. મયુર કેશવજી લાખાણી – મેડિકલ લીડરશિપ એન્ડ મેનેજમેન્ટ એન્ડ જનરલ પ્રેકટિશનરના અધ્યક્ષ

-          પ્રોફેસર સર પાર્થસારથિ દાસગુપ્તા – કેમ્બ્રિજ યુનિ.માં ઇકોનોમિક્સના પ્રોફેસર

કમાન્ડર ઓફ ઓર્ડર ઓફ બ્રિટિશ એમ્પાયરથી સન્માનિત

-          વેન્ગાલિલ ક્રિશ્ના કુમાર ચેટરજી – કેમ્બ્રિજ યુનિ.માં એન્ડોક્રિનોલોજીના પ્રોફેસર

-          ડો. રમેશ દુલિચંદભાઇ મહેતા – બ્રિટિશ એસોસિએશન ઓફ ફિઝિસિયન્સ ઓફ ઇન્ડિયન ઓરિજિનના પ્રમુખ

-          નાગેશ્વરા દ્વારમપુડી રેડ્ડી – ડિપાર્ટમેન્ટ ફોર વર્ક એન્ડ પેન્શનમાં પોર્ટફોલિયો ડાયરેક્ટર

-          ડો, ગુરદિયાલસિંહ સંઘેરા – ઓક્સફર્ડ નેનોપોર ટેકનોલોજીના સ્થાપક અને સીઇઓ

-          જતિન્દર કુમાર શર્મા – વાલસાલ કોલેજના પ્રિન્સિપાલ

-          જસવીર સિંહ –સિટી શિખ્સના અધ્યક્ષ

-          પ્રોફેસર કેશવ સિંઘલ – વેલ્સમાં મેડિકલ અને સામુદાયિક સેવાઓ માટે

-          પ્રોફેસર રોબિના શાહનાઝ – ડિરેક્ટર, ડબલડે સેન્ટર ફોરપેશન્ટ

-          નાદરા એહમદ – નેશનલ કેર એસોસિએશનના એક્ઝિક્યુટિવ ચેરમેન

ઓફિસર્સ ઓફ ધ ઓર્ડર ઓફ ધ બ્રિટિશ એમ્પાયરથી સન્માનિત

-          નિશી ચતુર્વેદી – યુનિવર્સિટી કોલેજ લંડન ખાતે લાઇફલોન્ગ હેલ્થ એન્ડ એજિંગ યુનિટના ડિરેક્ટર

-          રવિન્દર ગીલ – કોલેજ ઓફ એકાઉન્ટન્સીના સ્થાપક

-          પુનિત ગુપ્તા – પીજી પેપરના સહસ્થાપક અને સીઇઓ

-          શેરોન કૌર જન્ડુ – યોર્કશાયર એશિયન બિઝનેસ એસોસિએશનના ડિરેક્ટર

-          ડો. ક્રિશ્ના રોહન કંદિયાહ – સેન્ક્ચ્યુરી ફાઉન્ડેશનના સ્થાપક

-          કાંતિલાલ વરદીચંદ મરડિયા – લીડ્સ યુનિ. ખાતે સીનિયર રિસર્ચ પ્રોફેસર

-           હિતેન મેહતા – બ્રિટિશ એશિયન ટ્રસ્ટના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર

-          સુનિલ શૌનાક – ઇમ્પિરિયલ કોલેજ લંડન ખાતે ચેપી રોગોના નિષ્ણાત

-          પીટર ગઝલ – કાર્ડિફ યુનિ. ખાતે સિસ્ટમ મેડિસિનના પ્રોફેસર

-          ઉસ્માન અલી – બ્લેક વર્કર્સ કમિટીના પૂર્વ અધ્યક્ષ

-          અફસીન અમીરએહમદ – આરિયા ફૂડ્સ યુકેના એમડી

-          રાશિદ બેગમ – હોમ ઓફિસમાં પૂર્વ એક્ટિંગ ડેપ્યુટી ડિરેક્ટર

-          ડો. હરેન ઝોતી – એસ્ટેક્સ ફાર્માના સીઇઓ

-          રિયાઝ શાહ – વન ડિગ્રી એકેડેમીના સ્થાપક

મેમ્બર્સ ઓફ ધ ઓર્ડર ઓફ ધ બ્રિટિશ એમ્પાયર

-          ડો. મિનલ બખાઇ – જનરલ પ્રેકટિશનર અને એનએચએસમાં ડિરેક્ટર

-          નિપા દેવેન્દ્ર દોશી – પ્રોડક્ટ એન્ડ ફર્નિચર ડિઝાઇનર

-          ઇન્દરપોલ સિંહ જોહર – ડાર્ક મેટર્સ લેબોરેટરીઝના સહસ્થાપક

-          જસપાલસિંહ માન – સિમ્પલી શ્રેડ એન્ડ રિસાઇકલ લિમિટેડના ડિરેક્ટર

-          ભાવેના પટેલ – ઇન્સ્ટિટ્યુટ ઓફ એપ્રેન્ટિસશિપ એન્ડ ટેકનિકલ એજ્યુકેશનના સીનિયર મેનેજર

-          વિજયકુમાર ચીમનલાલ પટેલ – બિઝનેસ ટુ બિઝનેસ યુકેના સ્થાપક

-          પ્રોફેસર પ્રશાંત પિલ્લાઇ – વોલ્વરહેમ્પટન યુનિવર્સિટીના એસોસિએટ ડીન

-          અનિતા પ્રેમ જેપી – ફ્રીડમ એન્ડ ચેરિટીના સ્થાપક અને પ્રમુખ

-          ડો. જ્યોતિબેન શાહ – કન્સ્લ્ટન્ટ યુરોલોજિકલ સર્જન, ડર્બી એન્ડ બર્ટન એનએચએસ ટ્રસ્ટ

મેડલિસ્ટ ઓફ ધ ઓર્ડર ઓફ ધ બ્રિટિશ એમ્પાયર

-          ડો. વિરિન્દરકુમાર અમરનાથ ભતિયાની – એનએચએસ બોલ્ટન ક્લિનિકલ કમિશનિંગ ગ્રુપના પૂર્વ પ્રમુખ

-          રીના ગુડકા – લેવલિંગ અપ હાઉસિંગ ડિપાર્ટમેન્ટના સીનિયર એક્ઝિક્યુટિવ ઓફિસર

-          અમરજિતસિંહ સૂરા – સોશિયલ એક્ટિવિસ્ટ

-          જગરાજસિંહ સરન – સોશિયલ એક્ટિવિસ્ટ


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter