આલોક શર્માઃ મિનિસ્ટર ઓફ સ્ટેટ ફોર એમ્પ્લોયમેન્ટ

Wednesday 10th January 2018 06:13 EST
 
 

લંડનઃ વડા પ્રધાન થેરેસા મેએ ૯ જાન્યુઆરીએ કરેલી કેબિનેટ પુનર્રચનામાં ભારતીય મૂળના આલોક શર્માને વર્ક અને પેન્શન્સ મંત્રાલયમાં મિનિસ્ટર ઓફ સ્ટેટ ફોર એમ્પ્લોયમેન્ટનું સ્થાન અપાયું છે. તેઓ અગાઉ ૧૩ જૂન ૨૦૧૭થી ૯ જાન્યુઆરી ૨૦૧૮ સુધી કોમ્યુનિટીઝ એન્ડ લોકલ ગવર્મેન્ટ મંત્રાલયમાં હાઉસિંગ અને પ્લાનિંગ વિભાગમાં મિનિસ્ટર ઓફ સ્ટેટ હતા. તેઓ મે ૨૦૧૦માં રીડિંગ વેસ્ટ મતક્ષેત્રમાં કન્ઝર્વેટિવ સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા હતા.

આલોક શર્મા ૧૭ જુલાઈ ૨૦૧૬થી ૧૩ જૂન ૨૦૧૭ સુધી ફોરેન એન્ડ કોમનવેલ્થ ઓફિસમાં પાર્લામેન્ટરી અંડર સેક્રેટરી ઓફ સ્ટેટ તરીકે કાર્યરત હતા. તેમણે કોમન્સ ટ્રેઝરી સિલેક્ટ કમિટી, કોમન્સ સાયન્સ એન્ડ ટેકનોલોજી સિલેક્ટ કમિટી, ટ્રેઝરીમાં પાર્લામેન્ટરી પ્રાઈવેટ સેક્રેટરી તેમજ ૨૦૧૨થી ૨૦૧૫ના ગાળામાં કન્ઝર્વેટિવ પાર્ટીના વાઈસ ચેરમેન તરીકે કામગીરી બજાવી છે. તેઓ ૨૦૧૬માં ભારત માટે વડા પ્રધાનના ઈન્ફ્રાસ્ટ્રક્ચર એન્વોયપદે નિમાયા હતા. રાજકારણમાં પ્રવેશ અગાઉ આલોક શર્મા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે ક્વોલિફાય થયા હતા અને ૧૬ વર્ષ સુધી બેન્કિંગક્ષેત્રે કામગીરી બજાવી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter