લંડનઃ વર્ષ 2023માં આલ્વાસ્ટનમાં કબડ્ડી ટુર્નામેન્ટ દરમિયાન થયેલી જૂથ અથડામણમાં સામેલ ભારતીય મૂળના ત્રણ બ્રિટિશ એવા બુટા સિંહ, દમનજિત સિંહ અને રાજવિન્દર ઠાકર સિંહને ડર્બી ક્રાઉન કોર્ટ દ્વારા 19 ડિસેમ્બરના રોજ સજાની સુનાવણી કરાઇ હતી. ક્રાઉન કોર્ટે બુટા સિંહને 4 વર્ષ, દમનજિતને 3 વર્ષ અને 4 મહિના તથા રાજવિન્દરને 3 વર્ષ 10 મહિનાની કેદની સજા ફટકારી હતી.
અદાલતે ડર્બનીના 35 વર્ષીય બુટા સિંહને તીક્ષ્ણ હથિયાર સાથે હિંસા કરવા, ટિપ્ટનના 35 વર્ષીય દમનજિત સિંહને તીક્ષ્ણ હથિયાર સાથે હિંસા કરવા અને હડર્સફિલ્ડના 42 વર્ષીય રાજવિન્દરને સમાન આરોપ માટે નવેમ્બરમાં દોષી ઠરાવ્યા હતા.
આ સુનાવણીમાં બે અન્ય આરોપી સામે પણ હિંસામાં સામેલ હોવાના આરોપ હતા પરંતુ જ્યુરીએ તેમને નિર્દોષ ઠરાવ્યા હતા.


