લંડનઃ આસિસ્ટેડ ડાઇંગના કેસોમાં હાઇકોર્ટના જજની મંજૂરીની જોગવાઇ હટાવવાની જોગવાઇ સાંસદોએ મતદાન દ્વારા રદ કરી નાખી છે. કિમ લીડબીટર દ્વારા રજૂ કરાયેલા ખરડાની ચકાસણી કરી રહેલી કમિટીએ વિશ્વનો સૌથી સુરક્ષિત આસિસ્ટેડ ડાઇંગ કાયદો સુનિશ્ચિત કરવા માટે હાઇકોર્ટના જજની મંજૂરીને અત્યંત મહત્વની જોગવાઇને જ મતદાન દ્વારા દૂર કરી દીધી છે.
સ્પેન વેલીના સાંસદે નવેમ્બરમાં ટર્મિનલી ઇલ એડલ્ટ્સ (એન્ડ ઓફ લાઇફ) બિલ રજૂ કર્યું હતું. તેમાં 6 મહિનાથી વધુ જીવી શકે તેમ ન હોય તેવા દર્દીઓને મેડિકલ સહાય દ્વારા મોત પસંદ કરવાની પરવાનગી આપવાની જોગવાઇ છે. બે ડોક્ટર અને હાઇકોર્ટના જજ દ્વારા પરવાનગી અપાય તો જ આસિસ્ટેડ ડાઇંગની મંજૂરીની જોગવાઇ તેમાં હતી. જેમાંથી હાઇકોર્ટ જજની મંજૂરીને હવે હટાવી દેવાઇ છે.
હવે લીડબીટરે આ ખરડામાં એક સાઇકિયાટ્રિસ્ટ, એક સામાજિક કાર્યકર અને એક લૉયરની 3 સભ્યોની કમિટીની રચનાનો પ્રસ્તાવ મૂક્યો છે જે દર્દીના મોત અંગે અંતિમ નિર્ણય લઇ શકે.
જોકે આ બિલનો વિરોધ કરી રહેલા કેટલાંક લેબર સાંસદોએ જણાવ્યું છે કે હાઇકોર્ટના જજની મંજૂરીની જોગવાઇ હટાવી દેવાના કારણે આ ખરડો મૂળભૂત રીતે નબળો પડી ગયો છે.