ઇંગ્લિશ ચેનલ પાર કરતા માઇગ્રન્ટસને બારકોડ અને રિસ્ટબેન્ડ પહેરાવવાનો પ્રારંભ

માઇગ્રન્ટ્સની ગતિવિધિઓ પર નજર રાખવા હોમ ઓફિસની યોજના

Tuesday 29th August 2023 12:09 EDT
 
 

લંડનઃ ઇંગ્લિશ ચેનલ પાર કરીને આવતા માઇગ્રન્ટ્સને હવે હોમ ઓફિસ દ્વારા બારકોડ અને રિસ્ટબેન્ડ્સ પહેરાવવામાં આવ્યા છે જેથી તેમની ગતિવિધિઓ પર નજર રાખી શકાય. ઇમિગ્રેશન અધિકારીઓને ડોવર અને નજીકના મૅનસ્ટન ખાતેના મુખ્ય પ્રોસેસિંગ સેન્ટરમાં નાની હોડી દ્વારા આવતા માઇગ્રન્ટ્સને ટ્રેક કરવામાં મદદરૂપ થવા હૉસ્પિટલોમાં દર્દીઓને આપવામાં આવેલા ટૅગ્સ જેવા જ બારકોડ અને રિસ્ટબેન્ડ  ડિઝાઇન કરવામાં આવ્યા છે. તાજેતરમાં જ ટેક કંપની ધ બારકોડ વેરહાઉસે £1.6 મિલિયનમાં બેન્ડ્સ પૂરા પાડવા સરકાર સાથે કરાર કર્યો છે.

જોકે માનવ અધિકાર સંગઠનો દ્વારા હોમ ઓફિસના આ પગલાં સામે વિરોધ કરાયો છે. ઇમિગ્રેશન બેરિસ્ટર અને ફ્રી મૂવમેન્ટ બ્લોગના લેખક કોલિન યેઓએ જણાવ્યું હતું કે, સરકાર માઇગ્રન્ટ્સ જાણે કે કોઇ નિર્જિવ વસ્તુ હોય તેવી રીતે વર્તી રહી છે. સત્તાવાર આંકડાઓ અનુસાર, આ વર્ષે નાની હોડીઓમાં ઇંગ્લિશ ચેનલને પાર કરવાનો પ્રયાસ કરતા અટકાવવામાં આવેલા માઇગ્રન્ટ્સની સંખ્યા 19,000 નો આંકડો પાર કરી ગઇ છે.

બીજીતરફ હોમ ઓફિસે જણાવ્યું છે કે રાજ્યાશ્રયની પડતર અરજીઓનો નિકાલ આ વર્ષના અંત સુધીમાં કરી દેવાશે. વડાપ્રધાન રિશી સુનાકે 2022માં વચન આપ્યા પ્રમાણે આ કામગીરી યોગ્ય દિશામાં આગળ વધી રહી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter