ઇંગ્લિશ ચેનલ પાર કરતાં પાંચના મોત, 2024માં 6,000થી વધુએ પાર કરી

Tuesday 23rd April 2024 10:29 EDT
 

લંડનઃ એક તરફ સંસદમાં રવાન્ડા બિલ પસાર થઇ રહ્યું હતું ત્યારે બીજીતરફ ઇંગ્લિશ ચેનલ પાર કરીને આવી રહેલા પાંચ લોકોના ડૂબી જવાથી મોત થયાં હતાં. ફ્રેન્ચ કોસ્ટગાર્ડના જણાવ્યા અનુસાર મૃતકોમાં 3 પુરુષ, એક મહિલા અને એક બાળકનો સમાવેશ થાય છે. મંગળવારે વહેલી સવારે પાંચ કલાકે જર્મન બીચ પરથી રવાના થયેલી આ બોટમાં 110 લોકો સવાર હતા. ભરચક બોટમાં અફરાતફરી મચ્યા બાદ પાંચ લોકોના મોત થયાં હતાં. વર્ષ 2024માં અત્યાર સુધીમાં 6000 કરતાં વધુ માઇગ્રન્ટ્સ ગેરકાયદેસર રીતે ઇંગ્લિશ ચેનલ પાર કરીને બ્રિટન પહોંચ્યાં છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter