લંડનઃ ઇંગ્લિશ ચેનલ પાર કરીને માઇગ્રન્ટ્સને લઇને આવતી એક બોટ મુશ્કેલીમાં મૂકાતાં એક વ્યક્તિનું મોત થયું હતું અને એકની હાલત ગંભીર હોવાનું જણાવવામાં આવ્યું હતું. આ બોટ પર 66 લોકો સવાર હતા અને ફ્રાન્સના દરિયા કિનારાથી 8 કિમી દૂર દરિયામાં આ બોટ મુશ્કેલીમાં મુકાઇ હતી. ફ્રાન્સના કોસ્ટ ગાર્ડે જણાવ્યું હતું કે, બચાવી લેવાયેલા લોકોને કેલેઇસ લઇ જવાયાં છે જ્યાં ઇજાગ્રસ્તને હોસ્પિટલમાં સારવાર અપાઇ રહી છે. તે ઉપરાંત સર્ચ ઓપરેશન પણ ચાલી રહ્યું છે. ફ્રાન્સના અધિકારીઓએ જણાવ્યું હતું કે, એક બોટની ટ્યુબ ફાટી ગઇ હતી તેથી લોકો દરિયામાં ડૂબવા લાગ્યાં હતાં. અમે મધરાતે બોટ પાસે પહોંચ્યાં હતાં. બે માઇગ્રન્ટ્સ બેભાનાવસ્થામાં મળી આવ્યાં હતાં.

