લંડન
ઇંગ્લેન્ડ અને વેલ્સના 16 અને તેથી વધુ વયના 3 ટકા લોકોએ પોતાને એલજીબીટી સમુદાયના ઘોષિત કર્યા છે. 2021ની વસતી ગણતરીના આંકડા અનુસાર 2,62,000 લોકોએ પોતાને લેસ્બિયન, ગે, બાયસેક્સ્યુઅલ અથવા તો ટ્રાન્સજેન્ડર જાહેર કર્યાં છે. 2021ની વસતી ગણતરીમાં લોકોને તેમની જાતીય વૃત્તિઓ અંગે સવાલ કરાયો હતો. બ્રિટનની ઓફિસ ફોર નેશનલ સ્ટેટિસ્ટિક્સ દ્વારા પહેલીવાર લોકોને જેન્ડર ઓળખ અંગે સવાલ પૂછાયો હતો. ઇંગ્લેન્ડ અને વેલ્સમાં 43.4 મિલિયન લોકોએ પોતાને સ્ટ્રેટ અથવા તો હિતેરો સેક્સ્યુઅલ તરીકે ગણાવ્યા હતા જ્યારે 15 લાખ લોકોએ પોતાને એલજીબીટી સમુદાયના ગણાવ્યા હતા. આ વસતી ગણતરીમાં 2,62,000 લોકોએ પોતાના જન્મ સમયે નોંધાયેલા જેન્ડર કરતાં અલગ જેન્ડરના હોવાનું જણાવ્યું હતું. દેશની કુલ વસતીના 7.5 ટકા લોકોએ તેમની જાતીય વૃત્તિઓ અંગેનો જવાબ આપવાનો ઇનકાર કર્યો હતો જ્યારે 6 ટકા લોકોએ તેમના જેન્ડર અંગેના સવાલનો જવાબ આપ્યો નહોતો. ઇંગ્લેન્ડ અને વેલ્સના 1.5 ટકા લોકોએ પોતાને ગે અથવા લેસ્બિયન ગણાવ્યા હતા જ્યારે 1.3 ટકાએ પોતાને બાયસેક્સ્યુઅલ ગણાવ્યા હતા. 48000 લોકોએ પોતાને ટ્રાન્સમેન અને 48000 લોકોએ પોતાને ટ્રાન્સવુમન ગણાવ્યા હતાં.
આ પહેલાં સમગ્ર યુકેમાં કરાયેલા એક સરવેમાં 3.8 ટકા લોકોએ પોતાને ગે, લેસ્બિયન, બાયસેક્સ્યુઅલ અથવા ટ્રાન્સજેન્ડર ગણાવ્યા હતા. 2014માં ઇંગ્લેન્ડ અને વેલ્સમાં સજાતીય લગ્નોને મંજૂરી અપાઇ ત્યારે આ પ્રકારના લોકોની સંખ્યા 1.9 ટકા હતી.
ટ્રાન્સજેન્ડર ઓળખ
1,18,000 લોકોએ સવાલનો જવાબ ન આપ્યો
48,000 લોકો ટ્રાન્સમેન
48,000 લોકો ટ્રાન્સવુમન
30,000 લોકો નોન બાયનરી
18,000 લોકો અન્ય
જાતીય વૃત્તિ
43.4 મિલિયન – હિટરોસેક્સ્યુઅલ
7,48,000 – ગે અથવા લેસ્બિયન
6,24,000 – બાયસેક્સ્યુઅલ
1,65,000 – અન્ય


