ઇંગ્લેન્ડ અને વેલ્સમાં છેલ્લા એક વર્ષમાં અપરાધોની સંખ્યામાં મોટો વધારો નોંધાયો

બંધૂક દ્વારા આચરાયેલા અપરાધ બમણા થયાં, વાહનચોરીની ઘટનાઓમાં 31 ટકાનો વધારો

Tuesday 21st February 2023 13:08 EST
 
 

લંડન

ઇંગ્લેન્ડ અને વેલ્સમાં હિંસક અપરાધોમાં મોટી સંખ્યામાં વધારો થયો છે. હોમ ઓફિસના વર્ષ 2021-22ના પ્રથમ બે ત્રિમાસિક અને 2022-23ના આંકડા દર્શાવે છે કે બંધૂક દ્વારા આચરાતા અપરાધ બમણા થયાં છે. આ સમયગાળામાં ઇંગ્લેન્ડ અને વેલ્સમાં બંધૂક દ્વારા આચરાયેલા અપરાધની 850 ઘટના નોંધાઇ હતી જે તેના અગાઉના વર્ષમાં 570 હતી. જે 49 ટકાનો વધારો દર્શાવે છે. તેમાંથી 237 ઘટના તો એકલા લંડનમાં નોંધાઇ હતી. ફાયરઆર્મ ક્રાઇમના કેસમાં બીજા સ્થાને 69 ઘટના સાથે માન્ચેસ્ટર આવે છે. એસેક્સમાં પણ 58 ઘટના સાથે અપરાધમા 81 ટકાનો વધારો જોવા મળ્યો હતો. ઘાતક હથિયાર રાખવાના કેસમાં 15 ટકાનો વધારો થયો હતો. ઘાતક હથિયાર રાખવાના 14482 મામલા પોલીસમાં નોંધાયા હતા. ઘાતક હથિયાર રાખવાના મામલામાં માન્ચેસ્ટરમાં 24 ટકા અને બર્મિંગહામમાં 25 ટકાનો વધારો થયો હતો. લીવરપૂલમાં 10 ટકાના વધારા સાથે 288 ઘટના નોંધાઇ હતી. ઇંગ્લેન્ડ અને વેલ્સમાં હિંસક ઘટનાઓમાં 10 ટકાનો વધારો થયો હતો જો કે હત્યાના કેસમાં 9 ટકાનો ઘટાડો નોંધાયો હતો.

કાર ચોરી જેવી અહિંસક અપરાધોની ઘટનામાં 31 ટકાનો વધારો નોંધાયો હતો. છેલ્લા એક વર્ષમાં કાર ચોરીની 64,385 ફરિયાદ પોલીસને મળી હતી.

ઇંગ્લેન્ડ અને વેલ્સમાં ગુનાખોરી

અપરાધ – વર્ષ 2021-22 – વર્ષ 2022-23 – ટકામાં બદલાવ

ગન ઓફેન્સ – 570 – 850 – 49 ટકાનો વધારો

ઘાતક હથિયાર રાખવા – 12548 – 14482 – 15 ટકાનો વધારો

હત્યા – 313 – 284 – 9 ટકાનો ઘટાડો

હિંસક ઘટના – 949 – 1040 – 10 ટકાનો વધારો

ગંભીર ઇજા – 19154 – 18816 – 2 ટકાનો ઘટાડો

છેડતી – 59930 – 60302 – 1 ટકાનો વધારો

વાહનચોરી – 49262 – 64385 – 31 ટકાનો વધારો

વાહનને નુકસાન – 85117 – 82950 – 3 ટકાનો ઘટાડો

સેક્સયુઅલ ગ્રુમિંગ – 3437 – 3367 – 2 ટકાનો ઘટાડો

લૂટફાટ – 29359 – 33628 – 13 ટકાનો વધારો

ઘરફોડ ચોરી – 68430 – 72486 – 6 ટકાનો વધારો


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter