ઇંગ્લેન્ડ અને વેલ્સમાં સામંતશાહી લીઝહોલ્ડ સિસ્ટમ નાબૂદ કરાશે

લીઝ હોલ્ડના સ્થાને કોમનહોલ્ડ સિસ્ટમ લવાશે જે અંતર્ગત ઇમારતની માલિકી રહેવાસીઓની રહેશે અને તેઓ પોતે જ મેનેજમેન્ટ કરશે

Tuesday 24th November 2026 09:00 EST
 
 

લંડનઃ સરકાર ઇંગ્લેન્ડ અને વેલ્સમાં ફ્લેટના નિર્માણ અને માલિકીની પદ્ધતિને બદલવા માટે નવા કાયદા લાવવા જઈ રહી છે. પ્રસ્તાવિત બિલ અંતગર્ત મોટાભાગના નવા લીઝહોલ્ડ ફ્લેટ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવશે અને તેના સ્થાને 'કોમનહોલ્ડ' સિસ્ટમ લાવવામાં આવશે, જેમાં રહેવાસીઓ સામૂહિક રીતે તેમની ઇમારતની માલિકી ધરાવશે અને તેનું સંચાલન કરશે.

હાઉસિંગ સેક્રેટરી મેથ્યૂ પેનીકુકે જણાવ્યું હતું કે વર્તમાન લીઝહોલ્ડ સિસ્ટમ લોકોનું જીવન બરબાદ કરી રહી છે. જોકે જમીન અને ઇમારતના મૂળ માલિકોની દલીલ છે કે આ નીતિ અન્યાયી છે અને રોકાણ બજારો પર તેની નકારાત્મક અસર પડશે.

પ્રસ્તાવિત કોમનહોલ્ડ એન્ડ લીઝહોલ્ડ રિફોર્મ બિલમાં ગ્રાઉન્ડ રેન્ટ ની મહત્તમ મર્યાદા 250 પાઉન્ડ નક્કી કરવાનો પણ સમાવેશ થાય છે. 40 વર્ષ પછી તેને ઘટાડીને નજીવા દરે લાવવામાં આવશે, જે વ્યવહારિક રીતે શૂન્ય સમાન હશે.

ઝુંબેશ ચલાવનારાઓએ ઘણા સુધારાઓને આવકાર્યા છે, પરંતુ લાખો લોકો જેઓ પહેલેથી જ લીઝહોલ્ડ ઘરો ધરાવે છે તેમનું શું થશે તે અંગે પ્રશ્નો ઉઠાવ્યા છે. હાલની લીઝહોલ્ડ ઇમારતોને કોમનહોલ્ડમાં રૂપાંતરિત કરવી ઘણી વધુ જટિલ છે. જેના કારણે વર્તમાન લીઝધારકો પાછળ રહી જશે તેવી ચિંતા ઊભી થઈ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter