ઇંગ્લેન્ડની ફૂટબોલ ટીમને યોગના પાઠ ભણાવે છે ડો. રેબેકા

Tuesday 25th June 2024 12:47 EDT
 
 

લંડનઃ ઇંગ્લેન્ડની ફૂટબોલ ટીમને યુરો કપની ડેન્માર્ક સામેની મેચમાં ભલે સંઘર્ષ કરવો પડ્યો હોય પરંતુ બીજી દિવસે યોગના વર્ગમાં તેમણે સારો દેખાવ કર્યો હતો. ડો. રેબેકા જેડ લોરેન્સ યુરો 2024 ખાતે ઇંગ્લેન્ડની ફૂટબોલ ટીમને યોગના પાઠ ભણાવે છે. ડો. રેબેકા યોગમાં નિપુણ હોવાની સાથે સાથે એનએચએસમાં ડોક્ટર તરીકે ફરજ બજાવે છે અને એક ઉમદા ડીજે પણ છે. 21 જૂનના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી પણ તેમણે ઇંગ્લેન્ડની ફૂટબોલ ટીમ સાથે યોગ દ્વારા કરી હતી. તેઓ કહે છે કે યોગ રમતવીરોની રિકવરીમાં મહત્વનું સાધન પૂરવાર થાય છે અને તેમની રમતમાં ઘણો સુધારો કરે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter